
રિપોર્ટ- અલકા બુંબડિયા(kotdatimes.com)
05/10/2020
હાલમાં આ કપરા કાળમાં લોકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ ભારે પડી રહ્યું છે ત્યારે પશુપાલકોને પણ પશુઓનું પાલન કરવું એ જાણે લોખંડના ચણા ચાવવા જેવું થઈ ગયું છે ત્યારે મા અંબાનું પવિત્ર યાત્રાધામ અંબાજી કે જ્યાં માં અંબે નું હદય બિરાજતું હોય અને અંબાજીમાં માં ની અખંડ જ્યોત જ્યાં હોય એવું ગબ્બર કે આ લાખો માઇભક્તો નું આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે ત્યારે આ વિસ્તારમાં અનેક સેવાભાવી લોકો વસવાટ કરે છે ત્યારે અંબાજી ખાતે વસવાટ કરતા અને રિટાયડ ફોરેસ્ટર એવા ગિરધારીસિંહ બારડ કે જેમનું ખેતર ગબ્બર પાછળ આવેલ બેડાપાણી વિસ્તારમાં છે આ ચોમાસા સમયે આખા ચોમાસા નો પાક મકાઇ અને અડદ નું વાવેતર કર્યું હતું ત્યારે આ વિસ્તાર માં રબારી સમાજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને ગાયો ને પડતા હોય છે.

ત્યારે આ રબારી સમાજના લોકોએ ખેતર ના માલિક સુરપાલસિંહ ગિરધારીસિંહ બારડ પાસે માંગણી કરી કે હાલમાં અમારી ગાયો ક્યાં ચરવા જઈ શકતી નથી અને અમારી આજુ બાજુ આવું કોઈ ખેતર પણ નથી કે ત્યાં અમે અમારી ગાયોને ચરાવી શકીએ તો આપ આપના ખેતરમાં અમારી ગાયોને ચરવાદો અને તમારા જે પૈસા તથા હશે તે આપીશું ત્યારે આ સેવાભાવી અને રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા એવા સુરપાલસિંહ બારડે પોતાના પિતા સાથે ચર્ચા કરી અને ગિરધારી સિંહ બાપુએ પણ આ 14 વીઘા જમીનમાં કરેલી વાવણી થી ગૌ માતા નો જીવ બચે અને ગૌમાતા ભૂખે ન મરે તેને લઈ ને ગૌ માતા ને ચરવા માટે છૂટ આપી ત્યારે સુરપાલસિંહ દ્વારા રબારી સમાજના ભાઈઓને જણાવેલ કે તમે જ્યાં સુધી અમે કોઈ નવું વાવેતર ના કરીએ ત્યાં સુધી અમારા ખેતરમાં તમારી ગાયોને ચરાવી શકો છો અને અમારે કોઈ પૈસા જોતા નથી ત્યારે આ બારડ પરિવાર એ પણ ગૌમાતાની સેવા કરી અને એક માનવતાની મિસાલ આપી છે આ બારડ પરિવાર એ 14 વીઘા જમીનમાં મકાઈ અને અડદ નું આખા ચોમાસા નો પાક ગૌમાતા ભૂખે ન મરે તેને લઇ ગૌમાતાને ચરવા માટે 14 વીઘા નુ ખેતર ખુલ્લુ મૂકી અને જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી ચરવા ની પરવાનગી આપી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે…

સુરપાલસિંહ ગિરધારીસિંહ બારડ ( ખેતર માલિક અને કન્સ્ટ્રકશન નાં કોન્ટ્રાક્ટર)
અમારા ખેતર ની આસપાસ રહેતા રબારી સમાજના ભાઈઓ ની ગાયોને ચરવા માટે હાલમાં કોઈ જગ્યા ન હોય અને ગાયોને ભૂખે મરવાનો વારો આવ્યો હતો ત્યારે આ રબારી સમાજના ભાઈઓએ મને જણાવ્યું કે તમારા ખેતરમાં અમારી ગાયને ચરવા દો ત્યારે મેં મારા પિતા સાથે વાત કરી અને મારા પિતા ગિરધારીસિંહ બારડ એ હા પાડતાં મેં અમારા ખેતરમાં અંદાજિત ૭૦ થી ૮૦ ગયો ને જ્યાં સુધી અમે કોઈ નવું વાવેતર ના કરીએ ત્યાં સુધી ચરવા માટે અમારું 14 વીઘા નું ખેતર ખુલ્લુ મૂક્યું છે અને ગૌમાતા એ સૌની માતા છે આપણે ગૌમાતાની સેવા કરવી જોઈએ તેવું સુરપાલસિંહ બારડ એ જણાવ્યું હતું..