
રિપોર્ટ-હરેશભાઇ રાઠોડ(kotdatimes)
30/09/2020
અંબાજી,
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ૧૯ વર્ષની યુવતી સાથે ચાર નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તે યુવતીને ઢોરમાર માર્યો જેથી 14 દિવસ સારવાર દરમિયાન હોસ્પિટલમાં તે યુવતીનું મોત નિપજયું હતું.ત્યારે આ દુઃખદ ઘટનાનો રોષ સમગ્ર ભારતમાં ભભૂકી ઉઠયો છે.જેમાં આજે મોડી સાંજે અંબાજી ખાતે પણ આત્મનિર્ભર સ્વદેશી અભિયાન, વાલ્મિકી સમાજ અંબાજી સહિત વિવિધ હિન્દુવાદી સંગઠન દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને સરકાર આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ પર ઘટતા પગલાં લે અને તે ચારે નરાધમોને ફાંસી આપે તેવી માંગ અંબાજી ખાતે ઉઠી હતી.આજ રોજ સાંજના સુમારે અંબાજીમાં ન્યાય દો ન્યાય દો,બેહન મનીષા કો ન્યાય દો, આરોપીઓ કો ફાસી દો, બહેન મનીષા કે સમ્માન મે હમ સબ મેદાન મે હૈ.જેવા અનેક નારાઓ સાથે અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ ઘટના વિરોધમાં રોષ ઠાલવાયો હતો.સાથે આ કાર્યક્રમમાં આત્મનિર્ભર સ્વદેશી અભિયાનના તાલુકા અધ્યક્ષ જિતેન્દ્ર ગુર્જર, અરવિંદ અગ્રવાલ, હિન્દુવાદી સંગઠન માંથી રિતિક સરગરા,વાલ્મિકી સમાજના અગ્રણી વસરામભાઈ અને તરુણ મકવાણા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.અને સરકાર મનીષા વાલ્મીકિને ન્યાય આપે તેવી માંગ કરી હતી.