અંબાજી ખાતે વરલી મટકા નો જુગાર રમાડતા આરોપી ને એલ.સી.બી એ દબોચ્યો

રિપોર્ટ- અલકા બુંબડિયા(Kotdatimes.com)
06/10/2020

અંબાજી,
અંબાજી પંથક માં ગેરકાયદેસર વરલી મટકા આંક જુગાર રમાડતા હોવા ની Lcb એ બાતમી નાં આધારે એલ.સી.બી દ્વારા આજે અંબાજીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી એલ.સી.બી દ્વારા રેડ કરતા અંબાજીના બસ સ્ટેન્ડ પાછળ આવેલ રિક્ષા સ્ટેન્ડ પર હરીશ દવે ઉર્ફે ( અમર) નામના શખ્સ દ્વારા રિક્ષામાં વરલી મટકાના આંકડા નો જુગાર રમાડાતો હતો ત્યારે એલ.સી.બી રેડ કરી ઝડપી પાડયો હતો આ રેડમાં 7510 રૂપિયા રોકડ ૧ વિવો મોબાઇલ કિંમત રૂપિયા 5,000 થતાં એક રીક્ષા GJ-24-W-0770 કે જેમાં જુગાર રમાડાતો હતો જેની કિંમત રૂ પચાસ હજાર એમ કુલ મળીને 62,515 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પકડી પડ્યો હતો એલ સી.બી. એ રેડ કરી ઉપરોક્ત મુદ્દામાલ સાથે અમરીશ દવે ને પકડીને અંબાજી પોલીસને હવાલે કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અંબાજી પોલીસ સ્ટેશનન પી.એસ.આઈ એલ.પી રાણા દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,210 views