અંબાજી ગ્રામ પંચાયતના સફાઈ કામદારો દ્વારા અંબાજી મંદિરમાં ધજા ચડાવી

રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com) 10/10/2020

વિશ્વમાં જ્યારે કોરોના કાળ ફાટી નીકળ્યો છે ત્યારે આ કાળ થી બચવા માટે તંત્ર પણ ખડેપગે તૈનાત છે ત્યારે ડોક્ટર, પોલીસ ,સફાઈ કર્મચારી કોરોના વોરિયર્સ કોરોના ના કપરા કાળમાં સાબિત થયા છે ત્યારે કોરોના વોરિયર્સની ફરજ બજાવતા અને અંબાજી ગ્રામ પંચાયત ના સફાઈ કામદારો દ્વારા શુક્રવારના રોજ માં અંબે જગત જનની અંબાજી માતાના નિજમંદિરે ધજા ચડાવવામાં આવી હતી અને સમગ્ર સફાઈ કામદારો દ્વારા માં અંબે નાં ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે સર્વેને આ કોરોના મહામારી થી માં બે બચાવે અને સૌ સુખ-શાંતિ અને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી હતી ત્યારે અંબાજી ગ્રામ પંચાયત ના કમ્પાઉન્ડમાં આવેલ ગોગા મહારાજ ના મંદિર ખાતે પણ સફાઈ કામદારો દ્વારા ધજા ચડાવવામાં આવી હતી અને ગામ સહિત આખો રાષ્ટ્રએ કોરોના થી મુક્તિ લે અને કોરોના કાળ માંથી ભારત બહાર નીકળે તેવી ગોગા મહારાજને પણ પ્રાર્થના કરવામાં આવી હતી.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

491 views