
રિપોર્ટ-પ્રકાશ ડામોર (Kotdatimes.com)
12/10/2020
દાંતા તાલુકાના અંબાજી માં આજકાલ અકસ્માત ની ઘટનાઓ વધારે બનવા પામી છે.ત્યારે હમણાં જ બે દિવસ અગાઉ ટ્રક ની ઘટના પણ સામે આવી હતી.જ્યારે આજે મોડી સાંજે અંદાજે 7 વાગ્યા ની આસપાસ અંબાજી ડેપો થી નીકળેલ બસ ઉમરગામ જઈ રહી હતી જે અચાનક બસ ચિખલા ઢાલ માં પલટી જવાથી ડ્રાઇવર અને કંડકટર ને ઇજા પહોંચી હતી. બસમાં અન્ય કોઈ મુસાફર ન હતા જેનાથી કોઈ જાનહાની કે નુકસાન થયું નથી.ત્યારે ડ્રાઇવર અને કંડક્ટરને અંબાજી રેફરલ સરકારી હોસ્પિટલ ખાતે 108 દ્વારા લઈ જવામાં આવ્યા.વધારે ઇજા ન હોવાથી હવે બધું સામાન્ય છે.