અંબાજી પંથકમાં સર્જાયો અકસ્માત એક યુવતીનું નિપજ્યું મોત

રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
08/10/2020

દાંતા અંબાજી પંથક માં અનેક અકસ્માત સર્જાતા ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ગુરુવાર નાં વહેલી સવારે જાંબુડી તરફથી અંબાજી તરફ આવી રહેલી જીપને અકસ્માત નડ્યો અંબાજી ક્રિષ્ના પેલેસ હોટેલ આગળ જીપ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જીપ ચાલક જીપ કંટ્રોલ ન રાખી શકાતા જીપ ડિવાઈડર સાથે અથડાતા જીપ માં બેસેલ યુવતી જમીન પર પછડાતા યુવતીને કપાળના ભાગે અને માથાના પાછળના ભાગે ઇજાઓ થતા એમ્બ્યુલન્સ દ્વારા અંબાજી હોસ્પીટલ સારવાર અર્થે ખસેડાઈ જ્યારે આ અકસ્માતમાં જમીન પર પછડાતા યુવતીનું મોત નિપજતા યુવતી ના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અંબાજી દાંતા પંથક એ વળાંક અને ડુંગરાળ વિસ્તાર છે આ વિસ્તારમાં અમુક ડ્રાઇવરો વધારે પૈસા કમાવવાની લાલચમાં જીપમાં સવારી કરતા વધારે પેસેન્જર બેસાડતા હોવાની બુમરાડ હાલ માં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે અને સૂત્રો થી મળતી માહિતી મુજબ એ અકસ્માતમાં જીપ ચાલકે જીપમાં સમાતી સવારી કરતા વધારે સવારે બેસાડી હોવાનું પણ ઘટના સ્થળે થી જાણવા મળ્યું છે.

મોતની મુસાફરી અંબાજી દાંતા પંથકમાં
અંબાજી પોલીસ સ્ટેશન સામે મોતની મુસાફરી થતી હોવાના દ્રશ્યો અનેકવાર સામે આવ્યા છે જીપ ચાલકો બેફામ રીતે લોકોને ઉપર બેસાડી અને અંબાજી પોલીસ સ્ટેશન આગળ થી હડાદ તરફ જતા હોય છે તેમ છતાં અંબાજી પોલીસ કોઇ જ જાતના એક્શન મૂડ માં દેખાતી નથી ત્યારે આપેશ્વર મંદિર આગળથી અને પાઠશાળા આગળથી પણ જીપ ચાલકો બેફામ રીતે જીપની ઉપર અને નીચે બેસાડી અને મોતની મુસાફરી કરાવે છે તેમ છતાં તંત્ર કેમ પોતાની સક્રિયતા નથી દાખવતી ? શું અકસ્માત સર્જાયા પછી તંત્ર પોતાની સક્રિયતા દાખવસે.?

અકસ્માત સર્જાતા તંત્ર સામે અનેક આક્ષેપ
આ અકસ્માત સર્જાતા ચોક્કસપણે કહી શકાય કે લોકોએ તંત્ર સામે પણ અનેક આક્ષેપ કર્યા હતા તંત્રની રહેમ નજર હેઠળ અંબાજી પંથકમાં મોતની મુસાફરી ચાલતી હોવાનો આક્ષેપ તંત્ર સામે ઉભા થવા પામ્યા હતા એટલું જ નહીં જ્યારે અકસ્માતો સર્જાતા હોય ત્યારે તંત્ર પણ પોતાની સક્રિયતા દાખવતા હોય છે ત્યાર બાદ તો જેસે ચલતે હે વેસે ચલને દો કી નીતિ તંત્ર અપનાવતું હોવાનો આક્ષેપ તંત્ર સામે લગાવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે શું આ મોતની સવારીઓ એ તંત્રની રહેમ નજર હેઠળ ચાલે છે કે પછી કેમ ?

તે હાલ આ પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે ત્યારે આ અકસ્માત સર્જાતા અંબાજી પંથક ધમધમતી મોતની મુસાફરી સામે આર.ટીઓ અને અંબાજી ટ્રાફિક પોલીસે આક્ષેપો નાં ઘેરામાં આવી છે ચોક્કસપણે કહી શકાય કે અંબાજી ટ્રાફિક પોલીસ કેમ આં બેફામ બનેલા જીપ ચાલકો સામે લાલ આંખ નથી કરતી ? તે પણ એક પ્રશ્ન ચર્ચા સ્પદ બન્યો છે મોતની મુસાફરી સામે તંત્ર અને આર.ટી લાલ આંખ કરી તે જરૂરી છે આજે પણ આ અકસ્માત સર્જાતા જીપમાં બેસી યુવતી મૂળ રાજસ્થાન આબુરોડ ના તલેટી ગામની રહેવાસી હોય અને અંબાજી આવતી હતી તે દરમિયાન અકસ્માત સર્જાતા યુવતીનું મોત નીપજ્યું હતું અને વધુ તપાસ પી.એસ.આઇ. અંબાજી એલ.પી.રાણા કરી રહ્યા છે..

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

921 views