
રિપોર્ટ- અલકા બુંબડિયા(kotdatimes.com)
19/10/2020
અત્યારે આસો નવરાત્રી ચાલી રહી છે ત્યારે નવરાત્રીમાં અસંખ્ય માઇ ભકતો માં અંબેનાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે અંબાજી મંદિર એ ગુજરાતનુ જ નહિ પરંતુ વિશ્વનું શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે અને આ શક્તિપીઠ સાથે લાખો માઇ ભકતોની આસ્થા સંકળાયેલી છે ત્યારે કોરોના વાયરસના કારણે લોકડાઉન દરમિયાન અંબાજી મંદિર એ દર્શનાર્થીઓ માટે બંધ હતું.ત્યારે જ્યારથી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે અને અનેક માઇ ભક્તો માઁ અંબેનાં દર્શન કરવા અંબાજી આવી રહ્યા છે ત્યારે હાલ નવરાત્રી હોય અને અંબાજી મંદિર એ દર્શનાર્થીઓ માટે ખુલ્લું છે ત્યારે નવરાત્રીના સમયમાં યાત્રિકોનો ઘસારો વધારે પ્રમાણમાં રહેતો હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરનાં દર્શનના સમયમાં વધારો કરાયો છે અંબાજી ખાતે આવતા માઁ અંબેનાં ભક્તોની સુખાકારી અને સલામતી માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા ૧૯/૧૦/૨૦૨૦ થી અંબાજી મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર એ દર્શનાર્થીઓ માટે હવે થી નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે અને દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ત્યારે વધુ માં અંબાજી મંદિરના દર્શને આવતા યાત્રિકો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી સોશ્યલ ડિસ્ટન્સ , સેનીટાઇઝર જેવી વવ્યવસ્થાનો ઉપયોગ કરે અને કોરોનાથી બચે તેવી પણ અપીલ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
*હવે થી નવરાત્રી દરમિયાન દર્શન અને આરતી નો સમય*
સવાર ની આરતી:- ૦૭-૦૦ થી ૦૭-૩૦
સાંજ ની આરતી:- ૦૬-૩૦ થી ૦૭-૦૦
દર્શન સવારે:- ૦૭-૩૦ થી ૧૧-૪૫
દર્શન બપોરે:- ૧૨-૧૫ થી ૦૪-૧૫
દર્શન સાંજે:- ૦૭-૦૦ થી ૧૧-૦૦
*મીડિયા નાં અહેવાલ ની અસર*
કાલે રવિવાર અને નવરાત્રીનાં બીજા દિવસે અંબાજી માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે અંબાજી મંદિર દર્શન પથની લાઈનમાં સરકારી ગાઇડ લાઇનનું પાલન ન થયું હતું ત્યારે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારીત કરવા માં આવ્યા હતા ત્યારે ગણતરીનાં કલાકમા અંબાજી મંદિર દર્શન પથની લાઈન માં રેલીંગ બનાવવા માં આવી હતી અને યાત્રિકો નિયમ પાળે તેવી વ્યવસ્થા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે બીજા દિવસે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા દર્શનાર્થીઓની સુખાકારી માટે અને સરકારી ગાઈડ લાઈનનું પાલન થાય તેને લઇ અંબાજી મંદિર દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે હવેથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે દર્શનાર્થીઓ સરકારી ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી વ્યવસ્થા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
*લાઈવ આરતી નાં દર્શન*
યાત્રિકો ની ધાર્મિક લાગણી ને ધ્યાન માં રાખી અંબાજી મંદિર શક્તિપીઠ ખાતે થતી સવાર સાંજ ની આરતી નાં દર્શન અંબાજી મંદિર ટ્રસ્ટ ના વિવિધ વેબસાઇડ અને સોશ્યલ મીડિયા પર યાત્રિકો ઘરે બેઠા કરી શકે તેવું પણ સુચારુ વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાઈ છે.