
રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
13/10/2020
અંબાજી,
વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આ ધામ એ લાખો માઇભક્તો નું આસ્થાનું કેન્દ્ર પણ ગણાતું હોય છે આ ધામમાં દરેક તહેવાર ધામધૂમથી યોજાતા હોય છે ત્યારે નવરાત્રી દરમિયાન પણ માં અંબે ના ભક્તો હર્ષોલ્લાસ સાથે મા અંબાના ચાચરચોકમાં નવલા નોરતા દરમિયાન નવ દિવસ ગરબે રમી અને ધામધૂમથી નવરાત્રી ઉજવતા હોય છે ત્યારે આ વખતે જાણે સમગ્ર તહેવારો પર કોરોના નું ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે નવરાત્રીમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ નવલા નોરતાની ખેલૈયાઓ પણ આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે હવે આખરે ખેલૈયાઓને નિરાશ થવું પડી રહ્યું છે .

જે આખું વરસ રાહ જોયા બાદ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ વખતે અંબાજી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન નહીં થાય અને ખેલૈયાઓ થી જે દર વર્ષે માં અંબે નું ચાચર ચોક જે હિલ્લોડે ચઢતું હતું તે આ વખતે ખેલૈયાઓ વિના સુનું ભાષસે ત્યારે નવરાત્રી દરમિયાન માં અંબે ના ભક્તો માટે દર્શન ચાલુ રહેશે અને માઈ ભક્તો માટે અંબાજી મંદિર ના દ્વાર ખુલ્લા રહેશે માઇભકતો માં અંબે ના દર્શન નવરાત્રી દરમિયાન પણ કરી શકશે અને ખેલૈયાઓ આ વખતે અંબાજી મંદિર ચાચરચોકમાં ગરબા નહીં રમી શકે.ઉપરાંત અંબાજી મંદિરને નવરાત્રી દરમિયાન શણગારવા માં આવશે પણ કોઈ જાહેર જેમ કે ભીડ ભેગી થાય તેવા કોઈ કાર્યક્રમ નું આયોજન કરવામાં નહી આવે.