અંબાજી હાઈવે રસ્તા પર ગાડી માં અચાનક આગ લાગતાં સળગીને રાખ

રિપોર્ટ પ્રકાશ ડામોર(Kotdatimes)
25/07/2021

દાંતા તાલુકાના અંબાજી હાઈવે હડાદ રસ્તા પર વેગેનર ગાડી માં અચાનક આગ લાગતાં સળગીને રાખ થઈ ગઈ હતી.
માણસા તાલુકાના લગ્ન કરીને વર અને દુલ્હન ફરવા માટે માઉન્ટ આબુ ગયા હતા અને અંબાજી મંદિર દર્શન કરીને પરત ઘર તરફ જતા રસ્તામાં ભયાનક ઘટના બની છે.


કથિત જાણકારી મુજબ ચિરાગસિંહ વિક્રમસિંહ ચાવડા વિજાપુર રંગપુર માણસા તાલુકાના છે. તેઓનું લગ્ન કરીને ફક્ત દસ દિવસ પણ થયા નથી.તેમના જીવનમાં આ દુઃખ ભરી આ ઘટના બની છે.
ચિરાગસિંહ તેમની પત્ની પૂજા ગાડીમાં સળગીને રાખ થઈ ગઈ છે. પૂજા ને બચાવવા માટે ચિરાગે ખુબ જ પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ થયો હતો.આખરે ગાડીમાં પૂજા સળગીને રાખ બની ગઈ છે. પતિ-પત્નીનું જોડું એક રસ્તામાં તૂટી ગયું છે તેવું જોવા મળી આવે છે.

આ ઘટનાની જાણ હડાદ પોલીસ ને મળતા ઘટનાસ્થળે દોડી આવી ચિરાગને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડાદ મોકલી દેવામાં આવ્યું હતો.અને આગને કાબૂમાં કરવા માટે હડાદ પોલીસે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ફાયર બ્રિગેડ ને જાણ કરીને આગને કાબુ કરવામાં આવી હતી.

હાલમાં ચિરાગને સારવાર ચાલુ છે અને તેઓ નોર્મલ છે.
હડાદ પોલીસે મહત્વ માનવતાની સેવા ફરજ પૂરી પાડી હતી.
આગળની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

915 views