અનલોક-૫ ને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

રિપોર્ટ- (kotdatimes.com)
(માહિતી બ્યુરો, પાલનપુર)
હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૨૦૧૯ના મોટી સંખ્યામાં કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારની તા . ૩૦/૫/૨૦૨૦ ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંક જીજી/૨૮/૨૦૨૦/વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/ ૪૮૨, તા. ૩૦/૦૫/૨૦૨૦ થી અનલોક-૧ સંદર્ભે નિર્દેશો આપેલ છે. ભારત સરકારની તા. ૩૦/૦૯/૨૦૨૦ ની નવી માર્ગદર્શિકા મુજબ અનલોક-૫ સંદર્ભે નિર્દેશો આપેલ છે. કોરોના વાયરસ પ્રર્વતમાન જોખમ મુજબ બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોના આધારે માઈક્કો કન્ટેઈમેન્ટ ઝોન હાલે નકકી કરવામાં આવેલ છે. જેથી સોશ્યલ ડીસ્ટન્સીંગ થી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. આ જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તે સારૂ નથી માર્ગદર્શિકા મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ગુજરાત રાજય પોલીસ અધિનિયમ ની કલમ-૪૩, તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે.
નીચેની પ્રવૃતિઓને સોશીયલ ડિસ્ટન્સીંગ અને ફેસ કવર બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના નિર્દેશો/ગાઈડલાઈનને અનુસરવાની શરતે મંજુરી આપવામાં આવે છે.
(૧) સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્ષ તા. ૧૫/૧૦/૨૦૨૦ થી ૫૦% કેપીસીટી સાથે ચાલુ કરી શકાશે અને ગુજરાત સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગના માર્ગદર્શન અને ભારત સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગની એસ.ઓ.પી. નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. (૨) મનોરંજન પાર્ક અને સેમીનાર સ્થળો તા. ૧૫/૧૦/૨૦૨૦ થી ચાલુ કરી શકાશે અને ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણની એસ.ઓ.પી. નું પાલન કરવાનું રહેશે. (૩) સ્વીમીંગ પુલ તા. ૧૫/૧૦/૨૦૨૦ થી ફકત ટ્રેનીંગ અને રમતવીરો માટે જ ચાલુ કરી શકાશે. પરંતુ અને ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના માર્ગદર્શન અને ભારત સરકારશ્રીના રમત ગમત અને યુવા બાબત વિભાગની એસ.ઓ.પી. નું પાલન કરવાનું રહેશે. (૪) બીઝનેશ ટુ બીઝનેશ એકઝીબીશન તા. ૧૫/૧૦/૨૦૨૦ થી ગુજરાત સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના માર્ગદર્શન અને ભારત સરકારશ્રીના વાણીજ્ય વિભાગની એસ.ઓ.પી નું પાલન કરવાનું રહેશે. (૫) પાર્ક અને પબ્લીક ગાર્ડન ખુલ્લા રાખી શકાશે. (૬) તમામ ધાર્મિક સ્થળો સામાજિક અંતરના પાલન સાથે એસ.ઓ.પી મુજબ ચાલુ રાખી શકાશે. પરંતુ ગુજરાત સરકારશ્રીના તા. ૦૭/૦૬/૨૦૨૦ ના હુકમ તથા ભારત સરકારશ્રીની એસ.ઓ.પી નું પાલન કરવાનું રહેશે. (૭) હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રીના ૨૩:૦૦ કલાક સુધી તા. ૦૮/૦૬/૨૦૨૦ ની એસ.ઓ.પી મુજબ ખુલ્લા રાખી શકાશે. હોમ ડીલીવરી માટે કોઈ સમયમર્યાદા રહેશે નહી. (૮) શોપીંગ મોલ્સ તા. ૦૮/૦૬/૨૦૨૦ ની એસ.ઓ.પી મુજબ ખુલ્લા રાખી શકાશે. (૯) દુકાનો માટે કોઈ સમય મર્યાદા રહેશે નહી. (૧૦) ૬૦% કેપેસીટી સાથે લાયબ્રેરી શરૂ કરી શકાશે. (૧૧) સીટી બસ, પ્રાઈવેટ બસ અને જી.એસ.આર.ટી.સી.ની બસ સેવાઓ ૭૫% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે. (૧૨ ) ઓટો રીક્ષા સેવા ૧-ડ્રાઈવર અને માત્ર ૨-પેસેન્જર માટે અવરજવરની પરવાનગી રહેશે. (૧૩) ટેક્ષી, કેબ અને ખાનગી વાહનો એક ડ્રાઈવર અને માત્ર ત્રણ પેસેન્જર માટે અવરજવરની પરવાનગી રહેશે. જો વાહનની કેપેસીટી છે કે તેથી વધુ હોય તો એક ડ્રાઈવર અને ચાર પેસેન્જર માટે અવરજવરની પરવાનગી રહેશે. (૧૪) પરિવારના ઉપયોગ માટે પ્રાઈવેટ વ્હીકલમાં એક ડ્રાઈવર અને ત્રણ વ્યક્તિઓ અવરજવર કરી શકશે. (૧૫) ટુ વ્હીલરમાં બે (૧+૧) વ્યક્તિ અવરજવર કરી શકશે.
૧) સામાજીક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ઘાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય કાર્યક્રમો other congregation માં તા.૦૧/૦૯/૨૦૨૦ ના જાહેરનામાથી નિયત કરવામાં આવેલ ૧૦૦ વ્યકિતઓની મર્યાદા તા. ૧૫/૧૦/૨૦૨૦ સુધી યથાવત રહેશે. ઉપરોકત બાબતો અંગે તા. ૧૫/૧૦/૨૦૨૦ પછીની માર્ગદર્શિકાઓ રાજય સરકારશ્રીના ગૃહ વિભાગ દવારા બહાર પાડવામાં આવશે. તે મુજબ તમામે પાલન કરવાનું રહેશે. ૨) શાળા કોચીંગ સંસ્થાઓ તા. ૧૫/૧૦/૨૦૨૦ બાદ ક્રમશ: પુન: શરૂ કરવા માટે રાજય સરકારશ્રી દવારા નિર્ણય કરવામાં આવશે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા Department of school Education and Literacy ( DOSEL ) , Ministry of Education Government of india દ્વારા બહાર પાડવામાં આવેલ (એસ.ઓ.પી.) ને ધ્યાને લઇ સ્થાનિક પરિસ્થિતીને લક્ષમાં લઇ વિગતવાર SOP / instruction જાહેર કરવામાં આવશે. તે મુજબ તમામે પાલન કરવાનું રહેશે. ૩) Department of Higher Education ( DHE ) , Ministry of Education કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં સ્થિતીની સમીક્ષા કરીને કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાના સમય અંગે નિર્ણય લેવામાં આવશે. તે મુજબ તમામે પાલન કરવાનું રહેશે. ૪) કેન્દ્રીય મંત્રાલયના વખતોવખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તેનો તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે. ૫) આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે કરવાનું રહેશે. ૬) કેન્દ્ર સરકારના હુકમમાં જણાવ્યા મુજબના આ સાથે સામેલ Annexure-I માં જણાવવામાં આવેલ The National Dirextives for COVID-19 Management- તમામ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ૭) જાહેરમાં થુકવા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ રાજય સરકારશ્રી દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે.
આ જાહેરનામુ સમગ્ર બનાસકાંઠા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે. અપવાદ (૧) સરકારી કામગીરી માટે જરૂરત હોય તે સેવા/પ્રવૃતિની કામગીરી સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને સરકારી ફરજ-સરકારી ઉપરના પોલીસ સહિતના તમામ કર્મચારી/અધિકારીઓને લાગુ પડશે નહી. સમયગાળો આ જાહેરનામું આજ તા. ૦૩/૧૦/૨૦૨૦ થી તા. ૩૧/૧૦/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

955 views