
રિપોર્ટ-હરેશભાઇ રાઠોડ(kotdatimes)
28/09/2020
અમીરગઢ તાલુકાના વિરમપુર નજીક આવેલ કાનપુરા ગામમાં આજે ગામના સ્થાનિક લોકો દ્વારા ભાખર બાવશીએ નવા અનાજનો(મકાઇ) ખાવા તરીકે ઉપયોગ કરતા પહેલા દેવોની પુજા કરી અનાજની પ્રસાદ ચડાવ્યાં બાદ પ્રસાદરૂપે આખા ગામમાં વહેંચીને ખાવે છે અને અનાજને ઘરમાં લાવે છે.આ સાથે ગામલોકો જણાવે છે કે આ પરંપરા એ અમારા સમાજની સંસ્કૃતિ છે જે જુના સમયથી ચાલતી આવી છે.કોઇ પણ અનાજ વાવણી કર્યાં પછી પાકે ત્યારે ગામના દરેક સ્થાનિકો અહિયાં એકસાથે ભેગા મળી દેવોની પુજા કર્યાં બાદ જ ખાવે કે લણણી કરે છે.એવી માન્યતા છે કે પાકની દેખરખ દેવી-દેવતાઓ કરતા હોવાથી અને એમના આશીર્વાદથી પાક સારી રીતે પાકે છે તેથી દેવોને રાજી કરીને અમે અનાજને ખોરાક તરીકે આરોગીએ છીએ.

જેમાં દરેક વ્યક્તિ થોડી-થોડી મકાઇ સાથે લઈ આવે છે અને અહિયા શેકી દેવોને નાળિયેર વધાવી અને મકાઇના દાણા મુકી પુજા કરે છે.તેમજ ત્યાં એકઠા થયેલા બાળકો અને વડીલો સાથે મળીને મકાઇ ખાવાની મજા માણે છે.
આ પરંપરા ખાસ અમીરગઢ,દાંતા,પોશીના,ખેડબ્રહ્મા, કોટડા,આબુરોડ,ડુંગરપુરના આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે.અત્યારના આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજમાં આ જુની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે તે ખરેખર ખુબ અગત્યની વાત કહી શકાય કારણ કે આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવી એ જ આદિવાસીની એક આગવી ઓળખ છે.