અમીરગઢ તાલુકાના વાંકા ગામની આંગણવાડી કેન્દ્ર ખંડેર હાલતમાં

રિપોર્ટ-હરેશભાઇ રાઠોડ(kotdatimes)
01/10/2020

અમીરગઢ તાલુકામાં આવેલ વાંકા ગામની આંગણવાડી કેન્દ્ર અત્યારના આવા આધુનિક યુગમાં પણ ખંડેર હાલતમાં જોવા મળી આવ્યું.હાલત એટલી ભયંકર દેખાઈ રહી છે કે ત્યાં બાળકોને તો શું કોઇ ઉભું ના રહી શકે તેવી બેકાબુ હાલાતમાં કેન્દ્ર જોવા મળે છે.સરપંચની જાણકારીથી લગભગ ઘણાં સમયથી ખંડેર સ્થિતિમાં જ પડેલુ માલુમ પડ્યું છે.કેન્દ્રની છત,દરવાજા,બારીઓ કે કોઇ ગેટ સુધ્ધાં જેવું પણ રહ્યું નથી.અહિયાના કાર્યકર બહેન પોતાના ઘરેથી કેન્દ્રનો કાર્યભાર સંભાળે છે.


રામપુરા ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી કંકુબેન ચીમનભાઇ પિસરાએ જણાવ્યું કે અમોએ તાલુકા કચેરીએ ઘણી વખત રજુઆત કરી હોવા છતાં અત્યાર સુધી તેનુ કોઇ નિરાકરણ આવ્યું નથી.આંગણવાડી કાર્યકર બહેન,તેડાગર,તેમજ કેન્દ્રના અંડરમાં આવતા બાળકોને પરેશાનીનો વિષય બની ગયો છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,307 views