
રિપોર્ટ-હરેશભાઇ રાઠોડ(kotdatimes)
26/09/2020
અમીરગઢ હાઇવે પર બાઈકનો અકસ્માત સર્જાતા બે યુવકોના કરુણ મોત નીપજ્યાં.અમીરગઢ ખાતે યોજાયેલ સાત પગલાં ખેડૂત કાર્યક્રમમાં સામેલ થવા જતાં હોવાનું જાણવા મળ્યું છે.આ સિવાય ઘટના કયાં કારણોસર બની બાઈક સ્લીપ થવાથી કે કોઇ વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વિરમપુર નજીક આવેલ કાનપુર ગામના યુવકો હોવાનુ બહાર આવ્યું છે.
અકસ્માત થયેલ બે યુવકોને સારવાર માટે અમીરગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન બન્ને યુવકોના મોત નિપજ્યાં.
*મોત નીપજેલ યુવકોના નામ*
ગુજરાભાઈ ભૂરાભાઈ ખરાડી
ગલાભાઈ વેલાભાઈ દામા
પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી અને પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.