આજનો દિવસ મારા અને મારી દિકરી માટે યાદગાર બની રહ્યો …-નિલેશભાઇ બુમ્બડીયા

આજે પ્રાયોજના વહિવટદાર ટ્રાયબલ સબ પ્લાન પાલનપુર (બનાસકાંઠા) દ્વારા 9મી ઓગષ્ટ 2019  આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવણી પ્રસંગે ગુજરાત યુવા બોર્ડ દ્વારા આયોજીત 51મા રાજ્ય યુવા ઉત્સવમા લોકગીત સ્પર્ધામાં  દ્વીતીય સ્થાને વિજેતા બની.

સમાજમાં  વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ મારી દિકરી હેતલ બુંબડિયાનુ ગુજરાતના માન.મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર અને ગુજરાત ખાણ ખનીજ ઉધ્યાેગ ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યુ  અને બનાસકાંઠા જિલ્લાના  સાંસદશ્રી પરબતભાઈ પટેલના  હસ્તે મારુ  ગુજરાતના કલાકાર અને લોકગાયક તરીકે સન્માન કરવામાં આવ્યુ….આમ ,આજે અેકજ મંચ પર મારુ અને મારી દિકરીનુ સન્માન કરવામાં આવતા અમારો પરિવાર અને અમારો  સમાજ ખુબજ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ…

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

946 views