
રિપોર્ટ – વિનોદ કુમાર (Kotdatimes)17/07/2021
આજ 17 જુલાઈ, શનિવાર નારોજ પોશીના તાલુકાના ગુણ ભાંખરી ગામે ત્રિવેણી સંગમ સ્થાને પોશીના તાલુકા આદિવાસી મહા પંચાયત સમીતી ની રચના માટે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત પોશીના તાલુકા આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવાનો ને અનુસુચિ 5, અનુચ્છેદ 13(3) ક, અનુચ્છેદ 244 (1),રૂઢિગત ગ્રામસભા વગેરે ની માહિતી આદિવાસી મહા પંચાયત સાબરકાંઠા જીલ્લા પ્રમુખ શ્રી રવજીભાઈ પાંડોર, મંત્રી શ્રી ચુનીલાલ લિંબડાવાળા, સુરેશભાઈ ડામોર, અરવલ્લી જ્ન જીવન ના ચિફ એડીટરશ્રી અશોકભાઈ પાંડોર, સામાજીક એક્તા મિશન, ઉત્તર ગુજરાત પ્રભારી શ્રી પ્રવીણભાઈ અસારી ઍ રજૂ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જગદીશભાઈ તરાલે કર્યું હતુ.આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા આદિવાસી મહા પંચાયત ના પ્રમુખ શ્રી ગોપીભાઈ પારઘી, મંત્રી શ્રી ભોળાભાઈ બેગડીયા ઉપરાંત શ્રી અરવિંદભાઈ ગમાર,શંકરભાઈ ખોખરિયા,અમરતભાઈ સોલંકી, પઢારા 1 મુખી શ્રી રમેશભાઈ ગમાર, પઢારા 2 મુખી શ્રી બાલુભાઈ પારઘી તથા વિજ્યનગર ખારીબેડિ રૂઢીગત ગ્રામસભાના સભ્યો પણ હાજર રહ્યાં હતા.