
રિપોર્ટ- હરેશભાઈ રાઠોડ(kotdatimes.com)
06/10/2020
ગઈકાલે વિરમપુર બજાર બંધના લેવાયેલ નિર્ણયની આજે ધમાકેદાર શરુઆત સાથે આસપાસ વિસ્તારના લોકો એકઠાં થઈ પોલીસ સ્ટેશન સામે આંદોલન કરવાના પગલાં લીધા છે ત્યારે વધતા ચોરીના કેસો સામે કોઇ જલ્દીથી નિરાકરણ આવી શકે તેવા પ્રયાસો સાથે પોલીસ સ્ટેશન સામે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.આ સાથે ચોક્કસપણે કહી શકાય કે દરરોજની બનતી ચોરીની ઘટના સામે લોકોમાં રોષ ભરાયેલો તદ્દન જોવા મળી રહ્યો છે.ત્યારે પોલીસ દ્વારા કોઇ યોગ્ય અને લોકોનુ હિત જળવાઈ રહે તેવા નિર્ણયની રાહ જોતા આસપાસ વિસ્તારના લોકોની માંગ સાથે આશાઓ લઇ બજાર બંધ રાખવાનું એલાન કર્યું છે.હવે જોવું એ રહ્યું કે પોલીસ તંત્ર દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળશે કે કેમ?