
રિપોર્ટ – ડાભી કિરણ (કોટડા ટાઈમ્સ) ૧૧/૦૪/૨૦૨૧
આદિવાસી ટ્રાયબલ તાલુકા કોટડામાં સ્થાપિત આદિવાસીઓની સૌપ્રથમ ન્યૂઝ ચૅનલ “કોટડા ટાઈમ્સ” ની આજે ત્રીજી વર્ષગાંઠ મનાવવામાં આવી. આ ત્રીજી વર્ષગાંઠ ઉત્સવ નું નામ “સહયોગ” હતું. કોટડા ટાઈમ્સના આ ત્રીજો ” વાર્ષિકોત્સવ”કોટડા તાલુકાનાં જાંજર ગામમાં એના મુખ્યાંલય ઉપર જ આયોજન કરવામાં આવ્યું.

આકાર્યક્રમનો શુભારંભ આવેલાં મહેમાનોનાં હાથો થી દિપ પ્રાગટય્ થી શરુ થયો. અને ત્યાર પછી “સહયોગ “કાર્યક્રમમાં ઉપસ્થિત બધાંજ મહેમાનોનું કંકુ તિલક કરીને પુષ્પગૂંછ દ્વારાં સ્વાગત કરવમાં આવ્યું.

અને ત્યારબાદ કોટડા ટાઈમ્સ નાં ત્રણ વર્ષની આખી કહાની કોટડા ટાઈમ્સ નાં સંપાદક વિનોદકુમાર દ્વારાં કહેવાંમાં આવી.ત્યાંરપછી ખેડવા સરપંચ મણિબહેન સોલંકી દ્વારાં કોટડા ટાઈમ્સ નાં સમાજસેવી કાર્ય , સમાજિક ઘટનાંઓ,અને આદિવાસીઓ ની સંસ્કૃતિ ને ઉજાગર કરવાં માટે,આદિવાસીઓના આવાજને બુલંદ કરવાં બદલ કોટડા ટાઈમ્સ ને આત્મસંન્માન કર્યું.

અને ૨૧૦૦૦ હજાર રૂપિયા ભેંટ કરવાની ઘોષણા પણ કરી. કાર્યક્રમમાં નિલેશભાઈ બુંબડીયા અને તેંમની ધર્મપત્ની દ્વારાં “કોરોનાં જાગરૂકતા ” ઉપર આદિવાસી ભાષામાં ખૂબજ સુંદર ગીત પ્રસ્તુત કર્યું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ ગુજરાતનાં ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટર આર.બી.અંગારી સાહેબે કોટડા ટાઈમ્સ ની ત્રીજી વર્ષગાંઠ ની શુભકાંંનાં પાઠવી “તેમણે કહ્યું કૅ… સમાજનાં વિકાસ નો હરેક મુદ્દાઓ ઉઠાવો ! અમે હમેશાં તમારી સાથે છીએ.”એવું આશ્વાસન આપવાંમાં આવ્યું. અને કોટડા ટાઈમ્સ ને કેમેરા લેવા માટે ૫૧૦૦૦ હજાર નકદ સહાયતા રાશિ પણ આપી.

આ સામાજિક ઉત્સવ “સહયોગ ” કાર્યક્રમમાં ઑલ ઇન્ડિયા રેડીયો આર્ટિસ્ટ નિલેશભાઈ બબુંબડીયા , સમાજસેવી સોહનલાલ પરમાર, નારણ પારગી, અધ્યાપક કાન્તિલાલ પારગી વગેરે…એ હાજર રહયાં. અને કોટડા ટાઈમ્સ ની પુરી ટીમને સન્માનિત કરવામાં આવી.અને ભામાશાહ ને પણ સન્માનિત કરવામાં આવ્યું.જે કોટડા ટાઈમ્સ ને આર્થિક સહાય કરે છે.

આ કાર્યક્રમમાં વર્તમાન કોરોના જાગરૂકતાં માટે ડિમ્પલ ડાભી દ્વારાં યોગ પ્રદર્શન પણ કરવામાં આવ્યું.અને અન્ય બીજાંએ પણ વિવિધ પ્રકારે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ ભજવ્યો. એ બધાંને વિનોદકુમાર દ્વારાં ફોટો ફેંમ “સન્માન પત્ર ” આપી અને મહેમાનો દ્વારાં પણ ઈનામ આપી ઉજ્જવળ ભવિષ્ય માટે તેંમને સન્માન કરી આશ્વાસન આપ્યું.

અને કાર્યક્રમનાં અંતે આદિવાસીઓનાં આવાજને બુલંદ કરવાં સદાય તત્પર કોટડા ટાઈમ્સ ની ત્રીજી વર્ષગાંઠ ના ઉત્સવ “સહયોગ” માં કૅક કાપીને કાર્યક્રમ ને પુર્ણ કરવામાં આવ્યો.