
રિપોર્ટ-વિનોદ કુમાર(kotdatimes.com)
25/02/2021
અંબાજી (ગુજરાત),
રાજસ્થાન પ્રાણ વાયુ જયપુર દ્વારા તા-24 ફેબ્રુઆરી ના રોજ જયપુર ખાતે નેશનલ રાજસ્થાન ટીચર્સ એક્સેલેન્સ ઍવોર્ડ 2020 માટે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં આપણા આદિવાસી શિક્ષક એવા શ્રી બી.ડી.મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય શાળા અંબાજી ખાતે ફરજ બજાવતા શ્રી નિલેશકુમાર બુંબડિયાનું રાજસ્થાન પ્રાણ વાયુ જયપૂર દ્વારા શિક્ષણ ક્ષેત્રે,સામાજીક ક્ષેત્રે તથા જન-જાગૃતિ અને સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજસ્થાનના પૂર્વ મંત્રીશ્રી અરુણ ચક્રવર્તીના હસ્તે નેશનલ રાજસ્થાન ટીચર્સ એક્સેલેન્સ ઍવોર્ડ 2020 થી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સાથે ગુજરાત તેમજ અંબાજી સ્કૂલ સાથે સાથે આદિવાસી સમાજ માટે પણ આ એક ગૌરવ અનુભવવા જેવી વાત છે.