આદિવાસી સમાજનું બારમું(લોકાઈ) પ્રથા પહેલા અને હવે કેવી રીતે થાયે આવો જાણીએ

લેખ – ડાભી કિરણ (Kotdatimes)
20/9/2020

આદિવાસી સમાજ એ વિવિધ સંસ્કૃતિની દેન છે .સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ એક વિશિષ્ટ પ્રકારની “સંસ્કૃતિ” ધરાવે છે. ધાર્મિક તહેવારો ,લગ્નપ્રસંગ,મરણપ્રસંગ વગરે રિતરિવાજો વિવિધ પ્રકારે કરે છે.જેમાં પહેલાંનાં સમયમાં ‘ મરણપ્રસંગ ‘વખતે…

“સારી સ્થિતી “

જયારે પહેલાંનાં સમયમાં કોઈ સ્ત્રી અથવા પુરુષ મૃત્યુ પામતાં ત્યાંરે તે ઘરનાં સભ્યો, પડોશીયો, સમાજનાં લોકો દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિના શવ(શરીર)પર માત્ર એક જ સફેદ વસ્ત્ર (ધોતી ) નાંખવામાં આવતું.જેને કફન કહેવાતું. ત્યાંર બાદ તેઓ બધાં મૃત્યુ પામેલ વ્યક્તિનાં મોઢા પર હાથ ફેરવીને ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરતાં. અને સગાં-સબંધીઓ આવતાં એ પણ આજ રીતે મોઢા પર હાથ ફેરવી ને તેમનાં આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરતાં.ત્યાંર બાદ તે શવ ને સ્મશાનમાં અગ્ની સંસ્કાર કરતાં.ત્યારબાદ બારમાં દિવસે બારમું ( લોકાઈ )કરતાં ત્યારે બધાંજ જમાઈ,સગાં-સબંધીઓ અને સ્નેહીજનો આવતાં.સૌ પ્રથમ લોકાઈમા મળે ત્યારે દરેક નાના મોટા ગમે તે કામમા હોય પણ લાઈનમાં ઉભા રહિ “રામ રામ “કરે પછી લોકાઈની શરૂઆત થાય.
અને તે જાઝમમાં એક રુપિયો અથવા માત્ર બે રુપિયા નાખવામાં આવતાં.અને જેમનું બારમું છે તે ગામનાં લોકો પોતાની કેઢે એક રૂમાલ બાંધીને આવતાં તે રૂમાલ જે જમાઈ કે ફુઆ હોય તે કેડેથી છોડીને ફરીથી તેમનાં જ માથે પાછો બંધાવતાં.ત્યારબાદ જમાઈ ખાંડ વહેચતાં અને લોકાઈ પ્રસંગને પૂર્ણ કરતાં.

*વર્તમાન સમયમાં “મરણપ્રસંગ ” વખતે…

” ખરાબ પરિસ્થિતી “

હાલનાં સમયમાં જયારે કોઈ સ્ત્રી અથવા પુરુષ મૃત્યુ પામે ત્યારે તે ઘરનાં સભ્યો, પડોશીઓ,સમાજનાં લોકો એમ બધાં જ તે શવ (શરીર) પર દશ- દશ રુપિયા વીસ- વીસ રૂપિયા મૂકે છે.અને સગાં-સબંધીઓ,તે ગામનાં જમાઈ એ પણ સ્ત્રી હોય તો 200 (બસો) રુપિયાની સાડી ,અને પુરૂષ હોય તો 200 રુપિયાના કાપડનું પેન્ટપીસ અને ઢગલાબંધ પૈસા તેમજ ઢગલાં-બંધ કપડાંઓ નાંખવામાં આવે છે.જેનો કોઈજ ઉપયોગ થતો નથી.અને સ્મશાનમાં બાળી દેવામાં આવે છે.આ ખુબ મોટું નુકશાન કહી શકાય તેમ છે.આ પૈસાનો
દુરુપયોગ થાય છે.જે અત્યંત વ્યર્થ જાય છે.

તેના પછી બારામાં દિવસે લોકાઈ માં જાઝમમાં જમાઈ પાસેથી તમાકુ (ગુટકા) નખાવવામાં આવે છે જેનાંથી માણસ વ્યસની બની જાય છે.અને છેવટે કૅન્સરનાં ભોગ બની જાય છે.અને સગાં(સાસરીયા) હોય એમને બધાને જમાઈ તરફથી દરેકને રૂમાલ બાંધવો પડે છે.તે ઉપરાંત મોટાં-મોટાં ઝાડ કાપી નાખ્યા,લોકાઇ બેસાડવા માટે આજે મંડપ આવ્યા,રસ્તાઓ ઉપર લોકાઈઓ થવા લાગી
પ્રાકૃતિક પડિયાની જગ્યાએ થર્મોકોલ ની કટોરીયો આવી.આનાં કારણે ખુબ મોટો ખર્ચો થાય છે.અને લેવડ-દેવડ વધી જાય છે.અને જો મહિને ને મહિને આવું થાય તો ઘરનું અનાજ,ઢોર-ઢાકર પણ મજબૂરીથી વેચી દેવું પડે છે.એટલે આવાં કુંરીવાજોના લીધે જ આદિવાસી સમાજ દિન-પ્રતિ દિન ગરીબ બનતો જાય છે.ખરેખર આપણો સમાજ બચાવવા આપણે દરેક જણને જાગવું પડશે.ખુબ કાળજી રાખવી પડશે.અને યોગ્ય પગલાં હાથ ધરવા પડશે.નહિં તો આપણો સમાજ સૌથી નીચા સ્તરે પહોચીં જશે તેવી સંભાવનાં છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4,205 views