આદિવાસી સમાજમાં અડદ નું ખરું મહત્ત્વ- બીરબલ ભાઈ ના શબ્દો માં

29/10/2020
(Kotdatimes.com)
લેખ – બીરબલ રાઠોડ (શિક્ષક)

આજકાલ આનું વાવેતર બિલકુલ નહિવત્ થઇ ગયું છે. ઊંડાણ ના વિસ્તારોમાં માં આજે પણ ક્યાંક 30-40 વરસ પહેલાં થતી તેવી ખેતી અને તેનું ઉત્પાદન પણ જોવા મળે છે.

આ ઊપજ ની સાથે ઘણી બધી બાળપણ ની યાદો જોડાયેલી નવા કપડા અને નવી ચંપલ આ ઉપજ મળતી ત્યારે લારીમાં બળદગાડામાં કે ઊંટ ઉપર લઈને બજાર સુધી જતાં ત્યારે મળતા હતા.કોઈ ને કંઈક વાયદો કરવો હોય તો પણ -“અડદ પાકે ત્યારે “તેઓ વાયદો પણ થતો દિવાળી ના ફટાકડા કે મીઠાઈ ખરીદવી હોય તોપણ અડદ ઉપર આધાર રાખવો પડતો .

અહીં આ દિવસોની અંદર અડદની દેશી ચુલા પર ચડાવેલી દાળ ખૂબ બનતી હોય છે. તે તંદુરસ્તીની દષ્ટિએ પણ મહત્વની હોય છે .તે સમયમાં બીજ પણ ઘરના અડદ નુ જમુકવામાં આવતું હતું. તો બજારમાંથી ના હતા લાવતા બાજુના ઘરેથી કે ગામમાંથી મોણૂ ભરી બિયારણ લાવતા અને સવાયું કે દોઢું આપવાનું હોય. આખા વરસ ના દાળ માટે મુકાતા કોઈ શાક ના મળે ત્યારે અડદની દાળ અને લગભગ એક ટાઈમ તો દાળ ફરજિયાત રહેતી હતી .આજે લોકોની જીવનશૈલી બદલાવાની સાથે સાથે ખેતીવાડીમાં પણ ઘણો જ બદલાવ થયો છે. જેથી કરીને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પૌષ્ટિક એવા એવા અડદની ખેતી પણ ગણ્યા ગાંઠ્યા ખેતરોમાં પાકે છે. આજે ક્યાંક રસ્તામાં આવી ફળો ‘ખળુ’ દેખાઈ જાય બાળપણના એ દિવસો અચૂક યાદ આવી જાય છે .ખેતરોમાંથી કાપતા હતા ,માથે પોટલાં બાંધીને લાવતા ,ખળામાં નાખતા, પછી ‘કરેલ’ થી ફેરવવા ના, ફરી હાલરૂ ઘાલવાનું ઉપનવાના.te વખતે આવા ઇલેક્ટ્રિક સાધનો નહોતાં તેને પણસવા થી ઉપણવા માં આવતા અને તેના પછી તેને બળદ ગાડું કે ઊંટ પર લાદીને થી બજાર સુધી પહોંચાડવામાં આવતા અને ઘરના નાના છોકરા મીઠાઈની કે નવા કપડા કે નવી ચપ્પલ ની રાહ જોઈ રહેતા હતા.


તે મુઠ્ઠીભર મળતી મીઠાઈ નો સ્વાદ અને મુઠ્ઠીભર મળતા ફટાકડા ફોડવાનો મજા આજે મોંઘા મોંઘા ફટાકડા ફોડવાનો પણ નથી આવતો તેટલો મજા આવતો અને આજે મનગમતી મીઠાઈ ખાવા છતાં પણ તૃપ્ત નથી થવાતું તેટલા કે મુઠ્ઠીભર મીઠાઈ થી તૃપ્તીનો અહેસાસ થતો હતો.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,485 views