
રિપોર્ટ – વિનોદ કુમાર (Kotdatimes.com) ૮/૬/૨૦૨૨
આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી અંગારી સાહેબની સૂચનાથી આજ રોજ કાલીકાકર ગામની મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિનો ત્યાગ મેળવવામાં આવેલ. નજરે જોતા જે ફળિયામાં બનાવ બનેલ છે તે ફળિયાં તથા તેની આજુબાજુના ફળિયાના તમામ લોકો પોલીસના ડરથી ઘર છોડીને હિજરત કરી ગયેલ છે. અને ઢોર ઢાખર ભૂખ્યા તરસ્યા મરી રહેલ છે, ખુબ જ ભયાનક માહોલ છે.

આજ રોજ કલિકાકર ગામની મુલાકાતમાં કારોબારી સભ્યો પૈકી શ્રી ચંપકભાઈ ખોખરીયા ,શ્રી રેવાભાઇ કટેરીયા ,શ્રી અમરાભાઇ અંગારી ,શ્રી ગુલાબ ભાઈ સરપંચ, શ્રી મહેન્દ્રભાઈ તરાલ, શ્રી સાયબા ભાઈ તરાલ તથા ડોક્ટર કિંજલ કુમાર સોલંકી હાજર રહેલ.આની સાથે જ આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ ના લોકો, સ્થાનીય જનપ્રતિનિધિઓ અને આગેવાન દ્વારા પોશીના મામલતદારશ્રીને, હાલમાં કાલિકાકર ગામે થઈ રહેલ પોલીસ અત્યાચારના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.