આવતીકાલે વિરમપુર બજાર રહેશે બંધ-સરપંચો તેમજ વેપારી એસોસિયેશન દ્વારા લેવાયો નિર્ણય

રિપોર્ટ-હરેશભાઈ રાઠોડ(kotdatimes.com)
05/10/2020

અમીરગઢ તાલુકામાં આવેલ વિરમપુરના વિસ્તારોમાં અવાર-નવાર ચોરીના બનાવો બનતા સાથે વધી રહ્યા હોવાથી આસપાસ વિસ્તારના લોકો દ્વારા કેટલીક વાર ફરિયાદો કે રજુઆતો કરવામાં આવે છે છતાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય લેવામાં ના આવતો હોવાથી આવતી કાલે સંપુર્ણ વિરમપુર બજાર બંધ રાખવાનો નિર્ણય વિસ્તારના સરપંચો ,વડીલો તેમજ વહેપારી એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો છે.ઉલ્લેખનિય છે કે 3 દિવસ અગાઉ જ તાલુકા માજી પ્રમુખ શંકરભાઇ માણસાના ઘરે પાંચ બકરાની ચોરી થયેલ જે ચોરોએ મુદ્દામાલ પરત સોંપલ નથી એવામાં બીજી ઘટના એ પણ સામે આવી છે કે ગવરા ગામે 6-7 જેટલા બકારાઓ ચોરી થઈ જવા પામ્યા છે.ત્યારે વાંરવાર આવી જ ઘટનાઓ બનતી હોવાથી લોકોને ચિંતાનો વિષય બનતો જાય છે ત્યારે આ દરેક બાબતો અને લોકો ને હિતમાં રાખી આ એક યોગ્ય નિરાકરણ આવે તે હેતુથી બજાર બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.આવતીકાલે એટલે કે તારીખ-06/10/2020 ના રોજ સવારથી સાંજ સુધી બજારની કોઇ પણ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે નહી.
અને જો તંત્ર દ્વારા હકારાત્મક પગલા ના લેવાશે ત્યાં સુધી બજાર બંધ પણ રાખી શકાય તેવુ આસપાસ ગામના આગેવાનો,સરપંચો,વહેપારીઓએ જણાવ્યું હતુ.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,145 views