આ વર્ષે પણ નહીં થાય નેવટી નો મેળો – ચિત્ર વિચિત્ર મેળા નું આયોજન રદ્

રિપોર્ટ – વિનોદ કુમાર (કોટડા ટાઇમ્સ)
૨૪/૩/૨૦૨૧

સાબરકાંઠા જિલ્લામાં આવેલ પોશિના તાલુકાના સેબલિયા પંચાયત ના ગુણભાખરી ગામમાં દર વર્ષે આયોજિત મેળો નહીં થાય.પોશિના પોલિસ સ્ટેશન ના પી.એસ આઈ અને મામલતદાર દ્વારા મીટિંગ કરી આપી સુચના.ગુણભાખરી એ પવિત્ર સ્થળ કહેવામાં આવે છે. આદિવાસી ઓની ગંગા કહીએ તોયે કઈ વાંધો નહીં.કેમ કે આ સ્થળ પર પોશિના આસપાસ ના બધા તાલુકાના આદિવાસી યંહી આવી પોતાના પુર્વજો નું અસ્થિ વિસર્જન કરે છે.ગઈ વખતે પણ કોરોના કારણે આ મેળો આયોજિત નતો થયો. અને આ વર્ષે પણ આ મેળો આયોજિત નથી થવાનો. જો કોઈ એ અસ્થિ વિસર્જન કરવું હોય તો એક જણ આવી પોતાનું કામ કરી ને જાઈ સકે છે.

કોટડા ટાઇમ્સ દ્વારા જનહિત માં જારી

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

907 views