
રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com) 10/10/2020
નવરાત્રી દરમિયાન પણ ભક્તો કરી શકશે માં અંબે ના દર્શન
નવરાત્રી દરમિયાન પણ માં અંબે ના દ્વાર રહેશે ભક્તો માટે ખુલ્લા
51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ એવું માં જગત જનની અંબિકા નું યાત્રાધામ અંબાજી આ શક્તિપીઠ લાખો માઇભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે અને માઇભકતો માં અંબે ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે લોકડાઉન દરમિયાન 78 દિવસમાં માં ભવાની નુ મંદિર બંધ રહ્યું હતું ત્યાર બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર માં આવતા યાત્રિકોની સુવિધા માટે આસો સુદ એકમ શનિવાર તા.૧૭/૧૦/૨૦૨૦ થી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવે છે

આરતી અને દર્શન નો સમય સવારે આરતી- ૭:૩૦ થી ૮:૦૦ સવારે દર્શન- ૮:૦૦ થી ૧૧:૩૦ રાજભોગ બપોરે- ૧૨:૦૦ કલાકે બપોરે દર્શન- ૧૨:૩૦ થી ૧૬:૧૫ સાંજે આરતી- ૧૮:૩૦ થી ૧૯:૦૦ સાંજે દર્શન- ૧૯:૦૦ થી ૨૧:૦૦
ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રી અંગેના કાર્યક્રમ પણ જાહેર કરાયો છે.
(૧) ઘટસ્થાપન- આસો સુદ-૧ એકમ, શનિવારને તા.૧૭/૧૦/૨૦૨૦, સમય સવારે ૮-૧૫ થી ૯-૦૦ કલાકે
(૨) આસો સુદ આઠમ-૮ શનિવારને તા.૨૪/૧૦/૨૦૨૦ આરતી સવારે ૬-૦૦ કલાકે.
(૪) ઉત્થાપન- આસો સુદ આઠમ-૮ શનિવારને તા.૨૪/૧૦/૨૦૨૦
(૪) વિજયાદશમી- આસો સુદ દસમ-૧૦ રવિવારને તા.૨૫/૧૦/૨૦૨૦, સાંજના ૦૬-૧૫ કલાકે.
(૫) દૂધપૌઆનો ભોગ- તા.૩૧/૧૦/૨૦૨૨૦ ને શનિવારના રોજ રાત્રે ૧૨-૦૦ કલાકે તથા કપુર આરતી
(૬) આસો સુદ પુનમ-૧૫ શનિવાર તા.૩૧/૧૦/૨૦૨૦, આરતી સવારે ૬-૦૦ કલાકે.