
રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
07/10/2020
હાલમાં જ ચોમાસાએ વિદાય લઈ લીધી છે,ત્યારે ગુજરાત રાજ્યના નાના-મોટા શહેરોના અનેક રસ્તા બિસ્માર હાલાતમાં પડ્યાં છે. જેનું કામ દિવાળી સુધી પૂર્ણ કરવા સીએમ રૂપાણીએ આદેશ કર્યો છે. સીએમ રૂપાણીએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આદેશ કર્યો છે કે, નાણાની ચિંતા કર્યા વિના વિકાસના કામો પર ધ્યાન આપે. રસ્તાના સમારકામ માટે કુલ 160 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યની તમામ નગરપાલિકાઓને આદેશ કરાયો છે કે, દિવાળી સુધીમાં દરેકના ઘર સુધી નળથી પાણી પહોંચાડવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સીએમ રૂપાણીએ કાલે 23 નગરપાલિકાઓના વિવિધ 105 કરોડના વિકાસ કાર્યોનું વીડિયો કોન્ફરન્સથી ઈ-લોકાર્પણ કર્યું હતું.