ખેડબ્રહ્માંના ચિત્રોડી ગામમાં પાણીના હેડપંપો ભંગાર હાલાતમાં-તંત્ર નથી આવી રહ્યું હરકતમાં

રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes.com)
08/10/2020

ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ પંચાયત આગિયાના ચિત્રોડી ગામના તરાલ ફળિયા તેમજ અંગારી ફળિયામાં ઘણા સમયથી પાણીના હેડપંપ ખરાબ પડેલ હોવા છતાં તંત્ર દ્વારા રીપેરીંગનું કોઇ પગલું ભરેલ નથી. ગામના તરાલ ફળિયાની વસ્તીની સંખ્યા 96 જેટલી છે જ્યારે ઘરો 13 જેટલા આવેલા હોઇ અને અંગારી ફળિયાની વસ્તી સંખ્યા 205 તેમજ 29 જેટલા ઘર આવેલા છે ત્યારે આટલા લોકો વચ્ચે કોઇ હેડપંપની સગવડ ના હોવી તે ખુબ મુશ્કેલી ભરી અને દુભાતી સમસ્યા કહી શકાય.આ અંગે વિગતવાર ગામના તરાલ દીપકભાઈ રાવજીભાઈ જણાવે છે કે 4 થી 5 મહીના જેટલા સમયથી હેડપંપો બંધ હાલાતમાં પડ્યા છે.જે સમસ્યાં અંગે સરપંચ ને અમો એ ઘણી વાર જાણ કરી હોવા ઉપરાંત પણ આજ સુધી રીપેરીંગ કે ચકાસણી કરાવી નથી.

અમો ગામ લોકો ઘણા દુરથી પીવા માટેનું પાણી માથે ઉપાડી લાવીએ છીએ.ત્યાં ગામના તરાલ અમીયાબેન પણ કહે છે કે ઘણા દૂરથી પાણી લાવીએ છીએ પાણી વગર ખુબ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.ગામના અંગારી ફળિયા માંથી અંગારી નારજીભાઈ વસ્તાભાઇ કહે છે કે અમારી ફળીમાં 12 મહીનાથી હેડપંપ રીપેરીંગ કરેલ નથી અમો એ પણ સરપંચને જાણ કરી છતાં અમારી સમસ્યાનું નિવારણ લાવેલ નથી.અહિયા થી પાણી માટે એક કિલોમીટર અંતરે મનુભાઈ ધુળાના ઘર સુધી દિકરીઓ,માં,બહેનો પાણી ભરવાં જાય છે.બન્ને ફળીના લોકો 4 દીવસ સુધી પાણીનો સંગ્રહ કરી પીવાના ઉપયોગમાં લે છે.ગ્રામ પંચાયત આગિયાના સરપંચ શ્રી પારઘી સાંકળાભાઈ સંગ્રામભાઈ જણાવ્યું કે અંગારી ફળીમાં અને તરાલ ફ્ળીમાં હેડપંપ રીપેરીંગ નો પ્રશ્ન છે તે અમો આગળ રજૂઆત કરીશું.લોકોને કોઇપણ જાતની તકલીફ નહી પડે તેનુ ધ્યાન રાખવામાં આવશે.આગળ એ જોવું રહ્યું કે પ્રશ્નનો કોઇ હળ આવશે કે કેમ?

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,121 views