
Kotda times. 1.Nov.2021
રિપોર્ટ પ્રકાશ ડામોર
ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામે દેશના સંવિધાનમાં જણાવ્યા મુજબ અનુચ્છેદ 13(3) ક, અનુચ્છેદ 244(1), અનુચ્છેદ 19(5)(6) મુજબ કાયદાકિય આદિવાસી રૂઢિગત ગ્રામસભાનું ગઠન થયું હતું.
આ ગ્રામસભાના ગઠન અંગે રાષ્ટ્રપતિ ભવન, રાજ્યપાલશ્રી, ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય પોલીસ વડા, જીલ્લા કલેક્ટરશ્રી,જીલ્લા પોલીસ વડાશ્રી, પ્રાન્ત અધિકારીશ્રી તેમજ સ્થાનિક મામલતદાર શ્રી અને સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત રાજય અને કેન્દ્રના વિવિધ 57 વિભાગોમાં રજી.પૉ.ઍડી.થી જાણ કરવામાં આવેલ હતી.
ત્યાંરબાદ પઢાંરા રૂઢિગત ગ્રામસભા દ્વારા સંવિધાનીક આદિવાસી અધિકાર અને મા.સુપ્રિમ કોર્ટનાં વિવિધ ચુકાદાઓની જાણકારી માટેનું બોર્ડ ગાંમમાં લગાવવાંમાં આવ્યું હતું.પરંતુ ગત મધ્યરાત્રી એ આ બોર્ડ ની ચોરી થયેલ છે.આ બોર્ડની ચોરી કરનાર કોઈ પણ હોય દેશદ્રોહ ના ગુન્હાનો સામનો કરવાં તૈયાર રહે. તેવું જણાવ્યું અને કાનૂની તપાસ હાથ ધરી છે.