ખેડબ્રહ્મા આજ ૧ મે થી ૭ મે સુધી સંપૂર્ણ બંધ- વેપારી એસોસિયેશન નો ફેસલો

રિપોર્ટ- પ્રકાશ ડામોર (kotdatimes)
01/05/2021

ખેડબ્રહ્મામાં શહેરની જનતાને જણાવવાનું કે કોરોના વાયરસ વધતા અટકાવવા માટે તારીખ 29/4/2021 ના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકા તાલુકા વહીવટી તંત્રને પ્રાંત અધિકારી સમક્ષ શહેરના વેપારી મહામંડળ સાથે થયેલ બેઠક મુજબ તારીખ 1/5/2021થી તારીખ 7/5/2021 સુધી તમામે દુકાનો/મોલ પણ સંપૂર્ણ પણે બંધ રાખવા તમામ વેપારી એશોસિએશન દ્વારા સ્વૈચ્છિક સંમતી આપવામાં આવેલ છે. જેનું પાલન કરવા જણાવવામાં આવે છે. આ સમય દરમિયાન આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દૂધ શાકભાજી ફળફળાદી જેવી ચીજવસ્તુઓ વિતરણ કરી શકાશે. જેનો સમય સવારે 6-00થી 9-00વાગ્યા સુધીનો રહેશે. તથા મેડીકલ સ્ટોર સંપૂર્ણપણે ખુલ્લા રહેશે. ચીફ ઓફિસર નગરપાલિકા અને સાગરભાઇ પટેલ પ્રમુખ ખેડબ્રહ્મા નગરપાલિકા તરફથી સહી કરીને પ્રેસનોટ જાહેર કરવામાં હતી.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

885 views