ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામે પરંપરાગત આદિવાસી ગેર મેળાનું આયોજન

રિપોર્ટ – કોટડા ટાઈમ્સ પાઠક ૨૦/૩/૨૨

આજ રોજ સાબરકાંઠા જિલ્લા માં ઘણી બધા સ્થાને ગૈર મેળા નું આયોજન કરવામાં આવ્યું. પણ ખેડબ્રહ્મા તાલુકા ના પઢારા માં રૂઢિગત ગ્રામસભા પઢારા દ્વારા આયોજીત આ ગેર મેળામાં પઢારા ઉપરાંત જાડીસેબલ,સિસવલ્લા, ખેરગઢ, બોરડી, ખેડવા, લીલાવંટા, બહેડીયા ઝાંઝવા-પાંણાઈ , ધોઈ તેમજ સરહદી રાજસ્થાનના ખોખરા, માહદ, દોતડ વગેરે ગામૉના આદિવાસી ભાઈઓ ભાગ લીધો હતો.

ઍ પરંપરાગત ઢોલ વગાડી અને બહેનો ઍ માથે જવારા, હાથમાં લેઝિમ સાથે સમુહ નૃત્ય કર્યુ હતુ.સાથે સાથે આ હોળી નો તહેવાર અને ગૈર નું આયોજન આદિવાસી વિસ્તાર માં એક અલગ જ પોતાની સંસ્કૃતિ ની ઝલક બતાવે છે.


આ આયોજન માં લોકો માં એકતા જોવા મળે છે.કેમકે લોકો એક બીજા સાથે જ્યારે મળે છે ત્યારે ખુશી ની સાથે એક બીજા નો સન્માન કરે છે.આજે આયોજિત ગૈર નું સફળ આયોજન જોવા મળ્યું હતું.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

527 views