ખેડબ્રહ્મા ના પઢારા ગામે રૂઢિગત ગ્રામસભાનું ગઠન


રિપોર્ટ – વિનોદ કુમાર (Kotdatimes)
18/6/2021

સંવિધાનની પાંચવી અનુસુચિ વિસ્તાર, અનુચ્છેદ 13(3) ક, અનુચ્છેદ 244(1) મુજબ ખેડબ્રમા તાલુકાના પઢારા ગામે રૂઢિગત ગ્રામસભાનું ગઠન કરવામા આવ્યુ હતુ.

ખેડબ્રહ્મા પોશીના તાલુકામાં ગઠીત આ પ્રથમ રૂઢિગત ગ્રામસભાના કાર્યક્રમમાં ઝારખંડથી શ્રી દિપક મુંડા, રાજસ્થાનથી અમરત બોડાત, જગદીશ પાંડોર, પ્રકાશ કલાસ્વા, અરવલ્લી જ્ન જીવનના ચિફ એડીટર શ્રી અશોકભાઈ પાંડોર, ચુનીલાલ પાંડોર, રવજીભાઈ પાંડોર, શ્રી સુરેશભાઈ ડામોર, ખારીબેડી મુખી શ્રી ભગાભાઈ રાયણીયા, અરવિંદ ગમાર, શંકરભાઈ ખોખરિયા, અમરતભાઈ સોલંકી, વિક્રમભાઈ ખોખરીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

પઢારા ગાંમની જ્ન સંખ્યા ને ધ્યાનમાં રાખી શ્રી રમેશભાઈ વસ્તાભાઈ ગમાર અને બાલુભાઈ લખમાભાઈ પારગી ની ગ્રામ સમસ્ત સર્વસંમતિ થી મુખી પદે વરણી કરી પાઘડી પહેરાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ તરાલે કર્યું હતું.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

776 views