ખેડબ્રહ્મા બજારમાં દેવદિવાળીના દિવસે પોલીસે લોકો ને ઉભા પગે દોડાવ્યા

રિપોર્ટ-પ્રકાશડામોર
01/12/2020 (Kotdatimes.com)

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માની બજારમાં દેવ દિવાળીના દિવસે લોકોના ટોળે ટોળા થતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોઈ ખેડબ્રહ્મા પોલીસે લોકોને ઊભી પૂંછડીએ દોડાવ્યા હતાં. ઉલ્લેખનિય છે કે દેવ દિવાળીના દિવસે ખેડભ્રહ્માં ખાતે કાર્તિકિ પુનમનો મેળો યોજાય છે ત્યારે આસપાસની વસ્તી મેળામાં એકઠાં થતા લોકોથી રસ્તાઓ પર ચક્કાજામ થઈ જવા પામ્યો હતો.આ સાથે મેળામાં જોડાવા અને દેવદિવાળીની મોજ માણવા લોકો જીપોમાં ઉપર-નીચે મુસાફરોથી ભરી જીપ ચાલકો સવારી કરાવતા જોવા મળતા પોલીસે ભગાડ્યાં હતાં.કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે સરકાર તરફથી કેટલાક ઉપાયો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને પ્રેરિત કરે છે ત્યારે બીજી તરફ લોકો પોતાના માથે જાતે સંક્રમણને આમંત્રણ આપી રહ્યા હોય તેવા અવાર નવાર નજારા નજરે પડે છે.કોરોના વાયરસની અસરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવા મેળાઓ કે ભીડભાડ વાળી જગ્યાઓ પર એકઠાં થવાનુ ટાળવું જોઇએ તે કારણ કે કોરોના વાયરસ એ ખતરનાક બિમારી છે જે કોઇને સગો નથી થતો.”કફન ઓઢવા કરતા માસ્ક પહેરવું સારું,ઉત્તમ,અને સહેલુ છે”.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,031 views