ખેડૂત‌ આગેવાનો અને ખેતીહર મજુર અધિકાર મંચ બેઠક યોજાઇ

રિપોર્ટ -કોટડા ટાઈમ્સ પાઠક 18/2/2022

આજ રોજ ખેતીહર મજુર અધિકાર મંચ અને ખેડૂત આગેવાનો સાથે જ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા ના પ્રતિનીધીઓ સાથે સંયુક્ત બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 100 લોકો ઉપસ્થિત રહ્યા હતા મંચ દ્વારા શ્રમિક વિસ્તાર પોશીના, ખેડબ્રહ્મા અને રાજસ્થાનના કોટડા વિસ્તારમાંથી ભાગ ખેતી માટે હજારોની સંખ્યામાં દૈનિક મજૂરો અને ભાગમાં ખેતી કરતા શ્રમિકો ની સાથે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. મંચ શ્રમિકોની સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરે છે ખેડૂત દ્વારા ભાગ ખેતી સિવાય વધારાનું કામ કરાવે છે તેના પૈસા આપવામાં નથી આવતા વધારાના કામના પૈસા મળે માટે પ્રયત્ન કરે છે.

સાથે જ ખેડૂત દ્વારા 5 થી 10 સુધી નો ભાગ આપવામાં આવે છે સાથે જ વધારાના મજૂરોનો ખર્ચ પણ ભાગીયાના ભાગમાંથી કાપવામાં આવે છે તે રજૂઆત ખેતીહર મજુર અધિકાર મંચ ના પ્રમુખ શ્રી સોલંકી અનીલ ભાઈ અને ધરમચંદ ખૈર, નાપી બાઈ દ્વારા ખેડૂત આગેવાનો સામે વાત મૂકવામાં આવી. મંચની વાત પર ભારતીય કિસાન સંઘ તરફથી પટેલ ઈશ્વરભાઈ અને વક્તા ભાઈ દ્વારા ખેડૂતોને ત્યાંથી હજાર રૂપિયા લઈને ભાગીયા જતા રહે છે. અને સરકાર તરફથી પોષણ સમ ભાવ મળતા નથી તે કારણ થી ભાગીયાને બચત અથવા ઓછી આવક મળે છે.

બંને પક્ષો ઓના મધ્યસ્થતા માટે સામાજિક કાર્યકર્તા ક્રિષ્ના અવતાર શર્મા અને સરફરાજ જી દ્વારા કહેવાય માં આવ્યું કે કોરોના સમયમાં વધારે ને વધારે તકલીફનો સામનો શ્રમિકોને કરવો પડ્યો છે. અને ખેડૂત દ્વારા પાકનું વાવેતર પણ બદલાઈ ગયું છે ખેડૂતો પહેલા ધાન્ય પાકો વધુ આવતા હતા.

અત્યારે રોકડિયા પાકો વાવેતર વધ્યું છે જેમાં વધારાના મજૂરો ખેડૂત દ્વારા લગાવવામાં આવે છે સંસ્થા મંચ ની માંગણી ખેડૂત દ્વારા ધ્યાન દોરવામાં આવે તે સુજાવ આપવામાં આવ્યો હતો. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ મંચ માંગ ની સામે સુજાવ આપ્યો હતો કે ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકોના પાંચ- પાંચ ગામ પસંદ કરી વર્ષ ના અંત માં તે ગામના ખેડૂતો દ્વારા ભાગીયા ની મજુરી, ઉપાડ અને વધારાના મજૂરો નો ખર્ચ કેટલો થઈ રહ્યો છે તે ગણિત સમજી ની આગળનું આયોજના નક્કી કરીશું. સાથે જ પ્રમુખ દ્વારા ખેડૂત આગેવાનો અને મંચ ની કમિટી બનાવવામાં આવશે. જે કમિટીની નિયમિત બેઠકનું આયોજન થશે ઉપસ્થિત 80 જેવા ખેડૂતો એ પ્રમુખની આ વાતને આવકારી છે .

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

350 views