
રિપોર્ટ- અલકા બુંબડિયા(kotdatimes)
02/10/2020
2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસને સ્વચ્છતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે,ત્યારે આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની જેને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે સફાઈ કામ માટે ટેન્ડર અપાયેલું છે જે આ સફાઈ કંપનીના મેનેજર અને સુપરવાઇઝરોએ આજે ગાંધીજયંતી નિમિત્તે સ્વયં સફાઈ કરી અને સ્વચ્છતા રાખવા લોકો સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો.સફાઈ કંપનીના મેનેજર સહિત સુપરવાઇઝરોએ શક્તિદ્વાર થી લઈ ડી.કે સર્કલ સુધી સફાઈ કરી અને આજના દિવસે લોકોને એક મેસેજ આપ્યો હતો કે ગાંધી બાપુનુ સપનુ હતું “આપણું ભારત,સ્વચ્છ ભારત” જે આપ સૌએ ગાંધી બાપુના સપનાને સાર્થક આપી પૂરૂ કરવા સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ અને આપણું ગામ સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરવા જોઈએ.કારણ કે આપણું ગામ સ્વચ્છ રહેશે તો આપણે કોઈ પણ બીમારીના શિકાર બનીશું નહીં,એ જ રીતે સૌએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવું જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઇએ તેવી મેનેજર શ્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ત્યારે આ સફાઈ અભિયાનમાં અંબાજી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના મેનેજર અલ્પેશ ગોહિલ સહિત તમામ સુપરવાઇઝરો જોડાયા હતા અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને સ્વચ્છતા દિવસ નિમિત્તે સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.