
રિપોર્ટ- (kotdatimes.com)
04/11/2020
ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના બનેલા સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડીયા ખાતે હવેથી પ્રવાસીઓ માટે ભારતીય રેલ્વે વિભાગ દ્વારા ડભોઇ-ચાણોદ-કેવડીયા સુધી ટ્રેન સેવા શરૂ કરવા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.જે રેલ્વે લાઇન વડોદરાથી કેવડીયાને જોડશે.
ત્યારે અત્યાર સુધી પ્રવાસીઓ માટે ટ્રેન સેવા વગર સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પહોચવા માટે સાધનોની પરેશાનીઓ નહી ઉઠાવવી પડતી હતી તે હવેથી નહી પડે.આમ આ સેવાને રેલ્વે વિભાગ દ્વારા લીલી ઝંડી આપી ખુબ અગત્યનો કહી શકાય તેવો નિર્ણય લઈ પ્રવાસીઓમાં ઉલ્લાસ ભર્યો છે જો કે રેલ્વે સેવાનો અનેરો આનંદ લઈ સરળતાથી પહોચીં શકાશે.અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેન પહોચતાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે.રેલ્વે સેવા આગામી બે મહિનામાં શરૂ કરાશે.