
રિપોર્ટ-(kotdatimes.com)
24/12/2020
ગુજરાત,
દેશમાં કોરોના કાળ દરમ્યાન ઘણી રાહ જોયા બાદ દેશના બધા રાજ્યોમાં સરકાર દ્વારા બેરોજગાર યુવાઓ માટે જાહેરાતો કરવામાં આવી રહી છે.ત્યારે આ બાજુ જોઇએ તો ગુજરાત રાજ્યમાં પણ કેટલાક વિભાગોમાં સરકાર દ્વારા ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે.જેમાં લાંબા સમયગાળાની રાહ જોયા બાદ હવે પોસ્ટ વિભાગ દ્વારા મેગા ભરતીની 1826 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.જેમાં બ્રાંચ પોસ્ટ માસ્ટર,ડાક સેવક,આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટર જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે,જેની લાયકાત ધો-10 પાસ રાખવામાં આવેલ છે.સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2021 છે.ઈચ્છુક યુવાઓ આમાં અરજી કરી શકે છે જેમાં કોઇ પ્રકારની કસોટી લેવામાં નથી આવતી ફક્ત માર્ક્સના આધારે મેરીટ તૈયાર કરી સરકાર નોકરી આપે છે.