
રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes)
03/10/2020
અધિકમાસની ચૌદસનાં સાંજે વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની વિભાગ દ્વારા યાત્રાધામ અંબાજી પ્રખંડ ખાતે બનાસકાંઠા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રીની મંજૂરી સાથે દુર્ગાશક્તિ કેન્દ્રનો પ્રારંભ યાત્રાધામ અંબાજી માતાજીના નિજ મંદિર સંકુલમાં દુર્ગાવાહિની મહેસાણા વિભાગ સંયોજિકા ડૉ.અવનીબેન આલ, દુર્ગાવાહિની જિલ્લા સંયોજિકા હિરલબેન ચૌધરીની ઉપસ્થિતમાં દુર્ગાશક્તિ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દુર્ગાશક્તિની ૧૦ દીકરીઓએ સત્સંગમાં ભાગ લઈ શક્તિ કેન્દ્રની શરૂઆત કરી હતી તેમજ ડિજિટલ ટેકનોલોજીના યુગને ધ્યાને લઇ દુર્ગાવાહિનીના વિભાગ સંયોજિકા ડૉ.અવનીબેન આલ દ્વારા મહેસાણા વિભાગના ફેસબુક પેજની શરૂઆત કરવામાં આવી.તેમાં મહેસાણા વિભાગના ૪ જિલ્લાની દુર્ગાવાહિનીની બહેનો દ્વારા થતા દરેક કાર્યક્રમ જુદા-જુદા પ્રખંડના શક્તિ કેન્દ્ર દ્વારા થતા કાર્યક્રમો તેમજ બહેનોની પ્રવૃત્તિને પેજ પર મુકવામાં આવશે તેવું ડૉ.અવનીબેન આલ મહેસાણા વિભાગ સંયોજીકા દુર્ગાવાહિની VHP એ જણાવ્યું હતું.