
રિપોર્ટ – વિનોદ કુમાર (Kotdatimes)
16/06/2021
ગઈ કાલે 15 જૂન ના રોજ જાગૃત આદિવાસી યુવા ટીમને ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી કે ખેડબ્રહ્માં તાલુકાના બોરડી ગામે બહારથી કોઈ બીન આદિવાસીઓ આવ્યાં છે. અને આદિવાસી સમાજના જ કેટલાક લોભી, લાલચી, લુખ્ખા, હરામી દલાલૉ સાથે મળી રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના મામેર વિસ્તારના ભુરી ઢેબર ગામની ઍક આદિવાસી દિકરીનું દલાલું ચાલી રહ્યું છે.જાગૃત આદીવાસી યુવા ટીમ બોરડી ગામે પહોચી ત્યારે યુવાઓ ને દુરથી આવતા જોઈ દલાલૉ ઍ તે બીન આદિવાસીઓ પાસે રહેલ તમામ રકમ લુંટી લઈ , સામેથી આવી રહેલ યુવાઓ સામે ભારે પથ્થર મારો કરી ફરાર થઈ ગયા હતા.

બીન આદિવાસીઓ જાગૃત આદિવાસી યુવા ટીમ ના હાથે ઝડપાઈ ગઈ હતી. થોડી પળોમાં જ ખેડબ્રહ્મા P.S.I શ્રી ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.અને તે બીન આદિવાસીઓ ને પકડી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. દલાલૉની ઓળખ મેળવી ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.જાગૃત આદિવાસી યુવા ટીમ દ્વારા આ પ્રકાર ની ઘણી દીકરી ઓની જિંદગી સુરક્ષિત કરવાની કોશિશ કરી છે.આ ટીમ ને કોટડા ટાઈમ્સ ટીમ અને તેમના દર્શકો તરફ થી તમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ .આપ ટીમ થી નિવેદન છે કે આવું કોઈ પણ કાર્ય તમારા દ્વારા થાય છે તેની માહિતી તમને પણ મોકલો જેનાથી લોકો ને વધુ આના વિશે મેસેજ મળી શકે .