
રિપોર્ટ – Kotdatimes પાઠક
૧૦/૭/૨૦૨૧ ખેડબ્રહ્મ
ખેડબ્રહ્મા તાલુકાના જાડીસેબલ ગામે આજ 10 જુલાઈ, શનિવાર નારોજ આદિવાસી રૂઢિગત ગ્રામસભાના ગઠન માટે અનુસુચિ 5,અનુચ્છેદ 13(3)ક,અનુચ્છેદ 244(1)અંગે ની સંવેધાનિક જાણકારી માટે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રવજીભાઈ પાંડોર,જગદીશભાઈ તરાલ, ગોપીભાઈ પારઘી, શંકરભાઈ ખોખરીયા,અમરતભાઈ સોલંકી, બાલુભાઈ પારઘી, રમેશભાઈ ગમાર વગેરે ઉપસ્થતિ રહ્યાં હતાં અને માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાં માટે આદિવાસી મહા પંચાયત ખેડબ્રમા તાલુકાના મંત્રી શ્રી ભોળાભાઈ બેગડીયા અને તેમનાં સાથી કાર્યકર મિત્રો ઍ જહેમત ઉઠાવી હતી.