ઝલક-2 વિરમપુરમાં લોકોએ ધર્યાં ધરણાં- પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકો આંદોલન

રિપોર્ટ- હરેશભાઈ રાઠોડ(Kotdatimes.com)
06/10/2020

અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં બકરા ચોરીનો બનાવ ઉગ્ર બની રહ્યો છે.ત્યારે લોકો રસ્તા રોકો આંદોલનમાં ફેરવાય જવા પામ્યા છે વિરમપુર વિસ્તારના લોકો પશુપાલકો સાથે સંકળાયેલા છે. અને પશુપાલન થી જ આજીવિકા ચાલે છે ચોરો ધોળે દહાડે તલવારો કુહાડી બંદૂકો બતાવી ચોરી કરે છે તેથી ગામ લોકો ભેગા મળી વિરમપુર વિસ્તારના આજુ-બાજુ ગામના આગેવાનો સહમતી અને સહકાર સાથે રસ્તા રોકો આંદોલન ચાલું કરાયુ છે જ્યાં સુધી પ્રશાસન તરફથી ચોરને પકડીને પકડે મુદ્દામાલ પરત ના અપાવે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન સમેટાઇ જશે નહીં આવો આકરા પ્રહારો માજી પ્રમુખ શંકરભાઈ માણસાએ આપ્યા હતાં.ઉલ્લેખનીય છે કે માજી પ્રમુખના ઘરે જ 5 બકારાની ચોરી થઈ હોવાની ઘટના બહાર આવી હતી સાથે અવાર-નવાર આ ઘટના વાંરવાર દોહરાઇ રહી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,292 views