
રિપોર્ટર: પ્રકાશ ડામોર
29/1/2020(Kotdatimes)
આદિવાસી સમાજ પાછલા ઘણા સમય થી લોકાઈ ના કુરિવાજો થી પરેશાન હતો.આમા બદલાવ ની પહેલ પણ કરી હતી પણ થોડા દિવસ ચાલી અને ફરી બધું જેવુ હતુ તેવું જ થઈ ગયું હતું. એક વાર ફરી સમાજ ના આગેવાનો દ્વારા ગામે ગામે મિટિંગ કરી કુરિવાજો માં ફેરફાર કરવાની ની શરૂઆત કરી દીધી છે. આવતી એક ફેબ્રુઆરી થી આદિવાસી સમાજ ના પોશિના ખેડબ્રહ્મા અને દાંતા વિસ્તાર માં લોકાઈ ના નવા નિયમો લાગું થશે જેમા લોકો નો વગર કામે ખર્ચો થતો બચશે.આ બદલાવ ની એક ઝલક દાંતા માં તો અમને જોવા મળી ગઈ છે.આજ રોજ તારીખ 29/ 1/ 2021 ના તોરણીયા ગામમાં લોકાઈ નોંધવા માટે ગામ ના વડીલો ભેગા થયા હતા. અને તેમાં જે સમાજ ના નવા નિયમ પ્રમાણે આપણે પણ લોકાઈ ચારો કરવાનું છે. તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો.અને ગામના વડીલ ચૌહાણ મણાભાઈ ડામોર નાથાભાઈ ગમાર શાંતિભાઈ જણાવ્યું હતું કે આપણે પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં નવા નિયમ મુજબ લોકાઈ કરવામાં આવી રહી છે. આપણે પણ નવા નિયમ મુજબ લોકાઈ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. અને ગામના લોકોએ તેમની વાત માની હતી. અને તારીખ 27/ 2 / 2021 ના રોજના સ્વ ગમાર નરસાભાઈ મધલાભાઈ ની નવા નિયમ મુજબ લોકાઈ ચારો નક્કી કરવામાં આવ્યો છે.