
રિપોર્ટ- અલકા બુંબડિયા(kotdatimes.com)
04/10/2020
દાંતા તાલુકાના ગનાપીપળી ગ્રામપંચાયતના VCA કર્મચારી ઈનાભાઈ ખોખરીયાને કોરોના વોરિયર તરીકે અંબાજી જાંબુડી ચેક પોસ્ટ પર ફરજ દરમિયાન મોત નિપજ્યું હતુ તેનો ન્યાય ન મળતા મૃતકના પરિવાર દ્વારા આત્મ વિલોપનની ચિમકી આપતા પરિવારની હડાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.વાત કરીએ તો દાંતાના ગણાપીપળી ગ્રામપંચાયતના દભય કર્મચારી ઇનાભાઇ ખોખરિયા રહે ગોઠડા તેમને છ મહિના અગાઉ દાંતા તાલુકા પંચાયત દ્વારા અંબાજી પાસે આવેલ જાંબુડિ ચેકપોસ્ટ પર કોરોના વોરિયર્સ તરીકે રાત્રીના બે થી સવારના આઠ વાગ્યા સુધી ફરજ પર મુકવામાં આવ્યા ત્યારે સવારે આઠેક વાગ્યે જાંબુડી ચેકપોસ્ટ થી થોડે દુર જંગલમાં બે ભાન અવસ્થામાં સ્થાનિક લોકોને મળી આવતા તેમને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ તેમને માથાના ભાગે વધુ ઇજા હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.જેને લઈ મૃતકના પરિવાર દ્વારા અનેક વાર રજુઆત,લેખીતમાં પણ કરવામાં આવી અને દાંતા તાલુકાના તમામ દભય કર્મચારીઓ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને મિડિઆ દ્વારા પણ ન્યાયની માંગણી કરવાતા રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા.પરંતુ આજ દિન સુધી કોઇ ન્યાય ન મળતા મૃતકના પરિવાર દ્વારા તા.01/10/2020 ના રોજ આવેદનપત્ર આપી આત્મ વિલોપનની ચિમકી આપવામાં આવી હતી ત્યારે ગઈકાલના રોજ હાડાદ પોલીસ દ્વારા પરિવારની અટકાયત કરી દાંતા મામલતદાર કચેરી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.
પરિવાર 5-6 માસથી હજી સુધી ન્યાય માટે વલખા મારી રહ્યો છે અને પીડિત પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ હાલાતમાં છે.