દાંતાના તોરણીયામાં 10 ફુટ લાંબો અજગર જોવા મળ્યો-દાંતા સ્પેશિયલ ફોરેસ્ટ ટીમ દ્વારા પકડી જંગલમાં છોડ્યો

રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes.com)
31/10/2020

દાંતા તાલુકાના તોરણીયા ગામમાં આજે અજગર નીકળતાં ગામના લોકોમાં ચકચાર મચી જવા પામ્યો હતો.ત્યારે જે અંગેની જાણ ગામના જ વતની બેગડીયા ગણપતભાઇ બાબુભાઈ એ પશ્ચિમ રેન્જ અંબાજીના હડાદ કરતાં ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.જ્યાં અજગરને પકડવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ પકડવામાં નિષ્ફળ જતાં દાંતા પૂર્વ રેન્જમાં જાણ કરી ત્યાની સ્પેશિયલ ટીમને મોકલવામાં આવી હતી ત્યારે તરાલ સાહેબે અજગરને પકડી પાડ્યો હતો પરંતુ અજગરને કંટ્રોલ કરતાં કરતાં તરાલ સાહેબના હાથે અજગર દ્વારા થોડા ઇજાગ્રસ્ત થયા હતાં.ત્યારે આ અંગે આજુ-બાજુ ગામ લોકોમાં વાત ફેલાતા ગ્રામજનો પણ સોંકી ગયા હતા.જેની વધુ વિગતો દાંતા ફોરેસ્ટ ટીમ દ્વારા જણાવી કે અજગરને દાંતાના મોટા જંગલોમાં ખુલ્લો છોડી મૂકવામાં આવશે.જ્યારે બીજીબાજુ અજગરને પકડી પાડતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

899 views