દાંતાના મીરાવાસ માં કોરોના સંક્રમણ ન ફેલાય લોકાઈ થઇ રદ


રિપોર્ટ-પ્રકાશ ડામોર
12/5/2021(kotdatimes.com)

કોરોના ના કેસો દેશ ભર માં ખુબજ તેજી સાથે વધી રહ્યા છે.આના કારણે હવે લોકો પણ આના થી બચવા ના જે પ્રયાસ થઇ શકે તે કરી રહ્યા છે. આદિવાસી સમાજ પણ આમ કેમ પાછળ રહે અને તે કેમ આ સંક્ર્મણ માં ગૂંથાય તે માટે હવે આદિવાસી સમાજ ના લોકો પણ પહેલ કરી રહ્યા છે.
આ દિવસો દરમ્યાન લગન પ્રસન્ગ અને માનતાઓના ઘણા પ્રોગામ હોય છે.અને કોઈ મરી જાયે એટલે તેની લોકાઈ બારમું કરવાનું પણ હોયે છે.પણ આ બધું હવે આદિવાસી સમાજ ના લોકો પણ રદ કરી રહ્યા છે. આવનાર 16/5/૨૦૨૧ ના મીરાવાસ ગામમાં સ્વ મોહનભાઈ હદાભાઇ ની લોકાઈ નક્કી કરેલી હતી. અને એક બીજી લોકાઈ પણ સ્વ ગુજરાભાઈ મોતીભાઈ બેગડીયા 14/5/2021 નક્કી કરેલી હતી પરંતુ આદિવાસી સમાજના તાલુકા સદસ્ય દાંતા ગમાર કાંતિભાઈ જીવાભાઇ જાણ મળતા તેઓને એક મોટા વિચારણા કરી કે આપણા આદિવાસી સમાજમાં કોરોના સંક્રમણ ન ફેલાય અને તેને અટકાવવા માટે આપણે ઘરે રહેવું આવશ્યક છે. તેવું ધ્યાન દોરીને મીરા વાસ ગામ ની ગ્રામ કમિટી કાળુભાઈ લીંબાભાઇ કોદરવી અને ગ્રામ પંચાયતનો નવવાસકાઠ પૂર્વ ડેપ્યુટી સરપંચ નારણભાઈ અનાભાઈ સાથે મળીને જે મરણ જનાર ઘર પરિવારને સમજાવવામાં આવ્યા હતા કે બહાર ગામથી લોકો આવવાના તેથી ગામમાં એક મોટા પ્રમાણે કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે અને આ મહામારી થી આપણને બચવા માટે આ લોકાઈ રદ કરવી યોગ્ય છે. તેવું જણાવતા તેઓ સહમતી આપી અને આ લોકાઈ રદ કરવામાં આવી છે. અને ગ્રામ કમિટીએ જણાવ્યું હતું.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

979 views