દાંતાના સનાલી આશ્રમમાં આદિવાસી સુધારા માટે ચર્ચા સભા નું આોજન

રિપોર્ટ:પ્રકાશ ડામોર (દાંતા)
Kotdatimes.com(૧૨/૦૭/૨૦૨૧)

આદિવાસી સમાજ માં ઘણા સમય થી સમય ની સાથે બદલેલી કઈક એવી પરંપરાઓ જે માણસ ને જીવન જીવવા ના દઈને તેને પરેશાન કરે.સમાજ ના વિકાસ માં બાધક બની રહેલ રિવાજ જે કે હવે કુરિવાજ ના પંથે ચડ્યા.તેને દૂર કરી સમાજ આગળ આવી પોતાને વિકાસ ના માર્ગ તરફ લઈ જાય તેના માટે આદિવાસી ડુંગરી ભીલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બંધારણ ઘડવાની ચર્ચા સભા યોજવામાં આવી હતી.

આ સભામાં ત્રણ તાલુકાના વ્યક્તિઓ જોડાયા હતા. આમાં સભા પ્રમુખ આર બી અંગારી (ખંડોરા) તેમજ તેમની સાથે સભા સંચાલક કરનાર સાઈબાભાઈ તરાલ દોતડ, બંધારણ નું વાંચન કરનાર જીગ્નેશભાઈ ખાંટ પંથાલ તેમજ અશોકભાઈ ડામોર ભરમિયા થી અને સાથે સાથે આદિવાસી મહિલા શક્તિ ના રૂપમાં મણીબેન સોલંકી ખેડવા સરપંચ તથા સમાજ સેવી રસિક પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.


ચર્ચાનાં મુદ્દાઓ ની નોંધ કરવા માટે કાંતિભાઈ એન ગમાર બોરડીયા દાંતા સમાજ વિકાસની વાત લઈને ચાલનારા જેવા કે ડોક્ટર કિંજલભાઈ સોલંકી બેહડીયા તેમજ ડોક્ટર શીવાભાઈ બુબડીયા નાડા અને સમગ્ર પોશીના દાંતા અને ખેડબ્રહ્માના આગેવાનો રહી આ આદિવાસી સમાજને સુધારાને લઈને સભાની સભા રાખવામાં આવી હતી અને ચર્ચાઓ કરવામાં આવી હતી.
બિરસા મુંડા ની તસ્વીર મૂકીને ભારતમાં સત્ય અને હક માટે લડનારા જેવા વીર ની તસ્વીર મૂકીને આદિવાસી સમાજની સુધારણા માટેની શરૂઆત કરવામાં આવી હતી. ‍

આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓ જાગૃત થવા માટે આ એક અભિયાન ની સભા યોજવામાં આવી હતી.આદિવાસી ની દીકરી બીજી અન્ય સમાજમાં ન આપે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,264 views