દાંતા તાલુકાના ખંડોર ઉમરી ગામના જનજાતિ સમાજના બાળકોએ કર્યું ગામનું નામ રોશન..

Kotdatimes
રિપોર્ટ પ્રકાશ ડામોર

૧. પારઘી આશિષભાઈ ધર્મેન્દ્રભાઈ ૨. પારઘી સાહિલભાઈ લક્ષ્મણભાઈ કે જેઓએ વોલીબોલ સ્પર્ધામાં રાજ્યની ટીમમાં પસંદગી થતાં ગાઝિયાબાદ (મધ્યપ્રદેશ) ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ જેમની રમત જોઇને વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા વતી આગામી સમયમાં એશિયાડ રમવા માટે ભૂતાન અને શ્રીલંકા રમવા જવા માટે પસંદગી થયેલ છે. જયારે તોરણીયા ગામના લક્ષ્મણભાઈ અરજણભાઇ બુંબડીયા જેવો એ જિલ્લા કક્ષાનું મેરેથોન દોડમાં પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ રમવા જશે તેમનું જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી વતી માનનીય કલેકટર સાહેબ તથા વહીવટદાર સાહેબે આજ રોજ માતાજીનો ફોટો આપી સન્માન કરેલ છે..

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

689 views