દાંતા તાલુકાના તાલુકા પંચાયત કચેરીએ દાંતાના દરેક ગ્રામ પંચાયતના વીસીઇ દ્વારા હડતાલ

રિપોર્ટ- પ્રકાશ ડામોર (Kotdatimes.com)૧૮/૫/૨૦૨૨

દાંતા તાલુકાના તાલુકા પંચાયત કચેરીએ તમામ વીસીઈ ઓ દ્વારા આજુબાજુ દાંતા તાલુકાના ગ્રામ પંચાયતના વિસ્તાર ના વીસીઈ ઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત તરફથી કમિશન નથી જોઈતું અમને પગાર જોઈએ છે. તે માટે આવેદનપત્ર દાંતા તાલુકા પંચાયતે આપ્યું હતું. અને જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ૧૧/૫/૨૦૨૨ તારીખે સમગ્ર ગુજરાતમાં વિસીઈ ઓ દ્વારા ધરણા તેમજ હડતાલ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

પણ હજી સુધી સરકારના અધિકારીઓના પેટમાં પાણી હલતું નથી. હવે તે જોવાનું રહ્યું આ વીસીઈ કોમ્પ્યુટર ઓપરેટરો ને પગાર ચાલુ કરવામાં આવશે કે કેમ? શું? સરકાર તરફથી પગાર ચાલુ કરશે? ગુજરાતના સમગ્ર જનતામાં અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. ગ્રામ પંચાયત ઈ-ગ્રામ કોમ્પ્યુટર સાહિસક સાથે સમાન કામ સમાન વેતન લઘુતમ વેતન નો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનની નિમણુંક આપવી સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવા બાબત આવેદન પત્ર આપ્યો હતો. કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવા માટે માંગણીઓ કરી છે. તેમજ આજરોજ ધરણાં હડતાલ દાંતા તાલુકા પંચાયત કચેરીએ કરવામાં આવી હતી. તમામ કોમ્પ્યુટર ઓપરેટરો મોટા પ્રમાણમાં દુઃખદ ભર્યો રોષ જોવા મળ્યો હતો.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

232 views