
રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes)
24/11/2020
દાંતા તાલુકાના દલપુરા ગામનો એક જવાન ઇડર તાલુકાના મુળેઠી ગામે એસ.આર.પી ગ્રુપ.૬ માં પંકજભાઈ જોગીરાભાઈ બુંબડિયા ફરજ બજાવી રહ્યો હતો.જેઓ ૭ વર્ષથી એસ.આર.પી માં ફરજ બજાવી રહ્યાં હતાં. ત્યારે તે દરમિયાન કોઈ અંગત કારણોસર પંકજભાઈએ સ્યુસાઇડ કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.ત્યારે આજે દલપુરા ગામના લોકોમાં અને જવાનના પરિવારમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ ઊભો થઈ ગયો છે.ત્યારે આજે પંકજભાઈના સ્ટાફના જવાનોએ સાથે મળીને ફાળો કરી પંકજભાઈના પરિવારને સહાય આપવા માટે પહોંચ્યા હતા.જેઓ દલપુરા ગામે પહોંચી એસઆરપીના સ્ટાફના જવાનો દ્વારા આ પીડિત પરિવારને રોકડ ૧૯૬૨૦/- હજાર રૂપિયાની સહાય આપી હતી.ત્યારે પીડિત પરિવારે એસઆરપી ના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.