દાંતા તાલુકાના હડાદ ગામે ખેતરમાં શોર્ટ સર્કિટ થી આગ લાગતા ઘંઉ બળીને ખાખ


રિપોર્ટર -પ્રકાશ ડામોર બનાસકાંઠા (KOTDATIMES.COM)

દાંતા તાલુકાના હડાદ ગામે આજરોજ બપોરના ગરમીના સમયે એક વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટ થી ખેતર માં લાગી આગ 40 કિલોના વાવેતરના ઘઉં બળીને ખાખ થઈ ગયા. અંબાજી વિધુત બોર્ડના અધિકારીઓ ને જાણકારી મળતાં ઘટનાસ્થળે પહોંચી આવ્યા સમગ્ર વિગત બાબતે તપાસ હાથ ધરી પંચનામું કરી ને ખેતર માલિક પરમાર નારાભાઈ બનાભાઈ લેખિત જવાબ દીધા અને સરકાર તરફથી વળતર મળે તે માટે ઘટનાસ્થળ પર શોર્ટ સર્કિટથી આગ લાગતા સમગ્ર ઘટનાને નિહાળતા સાક્ષીઓ સાથે પંચનામું કર્યું.

જેવા કે ધુળાભાઈ સરદાર ગમાર હકમાભાઈ રઘાભાઈ તેમજ ખોખરીયા કચરાભાઈ રામાભાઇ સાક્ષીઓ દ્વારા પંચનામું કરી ને વળતર મળે તે માટે વિદ્યુત બોર્ડના અધિકારીઓ એ આશ્વાસન આપ્યું હતું. હડાદ ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયત તરફથી કોઈ પાક ધિરાણ જોગવાઈ માં વળતર મળે તે માટે ગ્રામ સેવક ને જાણ કરી હતી.

ઘર નું ગુજરાન ચલાવવા માટે આટલા જ ઘઉંનું વાવેતર કરેલ હતું પરમાર રમેશભાઇ નારાભાઈ જણાવી રહ્યા છે. એકાએક આગ લાગતાં હડાદ પંથકમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અને ખેતરના અડધા ઘઉંના પુળા બળીને ખાખ થયા અને નાના ભાગના ઘઉં નો આ બાદ બચાવ કર્યો.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

234 views