
રિપોર્ટ પ્રકાશ ડામોર (Kotdatimes)
8/6/2021
મહા નિરીક્ષક શ્રી આર મોથલિયા તેમજ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી તરુણકુમાર દુગગલ પોલીસ વિભાગ પાલનપુર ની સૂચના પ્રમાણે બનાસકાંઠા માં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી બોગસ ડોક્ટર પર હડાદ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ.કોટવાલ સાહેબ તથા હેડ કોસ્ટેબલ ભુપતાભારથી જીવાભારથી અને હેડ કોસ્ટેબલ વિક્રમભાઈ કાનજીભાઈ તેમજ પોલીસ કોસ્ટેબલ પુંજાભાઈ નાથાભાઈ વિગેરે સ્ટાફના માણસો સાથે હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમા હતા.તે દરમિયાન ખાનગી બાતમી મળતા દાંતા રોડ પર ભાડાની દુકાન માં ડિગ્રી વગર એલોપેથીક દવાઓ થી લોકોની સારવાર કરી ખાનગી ડૉક્ટર પેકટીસ દુકાનમાં કરે છે અમૃતભાઈ રેશમાભાઈ રોઈસા રહે મચકોડા દાંતા તાલુકા વાળા પોતે ડોક્ટર નથી તેમ જાણતાં હોવા છતાં દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી ગેર કાનૂની દવાઓ રાખી જાહેરમાં લોકોની દવા કરતો હતો. અને કુલ રૂપિયા 67.897 નો મુદ્દામાલ હડાદ પોલીસે કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.