
રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes.com)
06/10/2020
ગુજરાત સરકાર દ્વારા ચારે કોર વિકાસની વાતો થતી હોય ત્યારે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના લગભગ દરેક ગામોમાં જોઇએ તો ઠેર-ઠેર રસ્તાઓ તુટેલા,ખાડા ખાબોચીયા જેવી હાલાતમાં જ નજરે ચઢતાં હોય છે ત્યારે આવા વિકાસશીલ દેશમાં નાના ગામડાઓના વિસ્તારોમાં કોઇ ધારાસભ્ય, ડેલિગેટો અથવા સરપંચો જેવા નેતાશ્રીઓ ને જવાબદારીમાં આવતા કામો હજુ સુધી વર્ષોથી કોશિશ થતી હોવા છતાં નથી થઈ રહ્યાં જે ખુબ દુખની વાત કહી શકાય કારણ કે રસ્તાઓ ઠીક ના હોય ત્યારે કોઇ ઇમરજન્સી કામ આવી પડે તેવામાં બહું મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.ત્યારે દાંતા તાલુકાના તોરણિયા,રાઘપુર,સુલતાનપુરા,મેરાવાસ ગામોના માર્ગ પર ઉડ્યાં લીરેલીરા-કાદવ કીચડ,તુટેલા અને બેરંગ હાલાતમાં માર્ગ નજરે ચડ્યો હતો.આ અંગે રાઘપુર ગામના બેગડીયા મુકેશભાઈ હકમાભાઈ વધુમાં જણાવે છે કે 30થી 35 વર્ષ થઈ ગયા પણ હજી સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી, અમારી મા બેન દીકરીઓને ડિલિવરી કે અન્ય કોઇ સારવાર વખતે ઘણી તકલીફો પડે છે.

રસ્તો તૂટેલી હાલાતમાં કેટલાય સમયથી જોવા મળે છે ત્યારે ખાડાઓ,ખાબોચિયાઓ છતા પણ સરકાર દ્વારા આ તરફ ધ્યાન આપવામાં આવતું નથી.ધારાસભ્ય અને તાલુકામાં રસ્તાને લઈ ઘણી રજૂઆત કરી હોવા છતાં કોઇ નિરાકરણ આવ્યુ નથી. તોરણિયાનાગમાર રાજુભાઈ નેતાભાઈ કહે છે કે ધારાસભ્ય શ્રી કાન્તીભાઈ ખરાડીને રસ્તા માટે ખૂબ જ માગણી કરી પરંતુ હજુ સુધી કોઈએ અમારી વાત પર ધ્યાન દોર્યું.ત્યારે એવામાં અમો હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવા દર્દીને જોળી બાંધીને લાકડાથી ઉપાડી લઇ તોરણીયા રસ્તા સુધી આવીએ ત્યારે 108 દ્વારા દવાખાને લઈ જઈ શકીએ છીએ ત્યારે આવા ખરાબ રસ્તે ૧૦૮ ઇમરજન્સી પણ આવવા માટે કયારેક ના પાડી દે છે.અમારા બધા જ ગામો વતી એટલી સરકારને માંગ છે કે રસ્તો બનાવા માટે જલ્દી પ્રયાસો થાય.ગનાપીપળી ગ્રામપંચાયત ના સરપંચ શ્રીમતી સુશિલાબેને જણાવ્યુ કે અમોએ જિલ્લા કક્ષાએ સરકારને રસ્તો રીપેરીંગ કરી આપવા અને ડામર રોડ કરી આપે તેવી કેટલીક વાર રજુઆત કરી હોવા છતાં કોઇ અત્યાર સુધી નિરાકરણ આવ્યુ નથી તેવામાં આટલા ગામો વચ્ચેથી પસાર થતો લગભગ 15 કિલોમીટરના અંતરમાં આવેલ રસ્તો ત્રણ ગ્રામપંચાયતને આવરી લે છે તેમ છતાં સરકારને આ તરફ ધ્યાન નથી દોરાતું.

આ ઉપરાંત હજુ અમો પ્રયાસો કરીએ જ છીએ કે અને લખાણ દ્વારા પણ ફરી રજુઆત કરીશું.
આ ઉપરાંત ખંઢોરઉંબરીના સરપંચશ્રી લાધુભાઈ પારઘી એ કૉલ દ્વારા જણાવ્યું કે અમો લેખીતમાં આગળ રજુઆત કરીશું અને માર્ગનું કામ ચાલું કરાવીશું.આ સાથે નવાવાસકાંઠના સરપંચ શ્રી દિલિપભાઈ રેસાભાઈ કોદરવી એ પણ વધુ માહિતી આપતા જણાવ્યુ કે આ સિંચાઇ માર્ગ હોવાથી રસ્તાની અવાર-જવાર વધારે થતી હોઇ લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે ત્યારે લોકો ને કોઇ મુશ્કેલીઓ ના પડે તે હેતુથી અમો પણ પંચાયતના લેટરપેડ દ્વારા લખાણ લખી આગળ રજુઆત કરીશું અને માંગ છે કે સરકાર લોકોની પરિસ્થિતિ સાંભળે અને કોઇ નિરાકરણ લાવે.
હવે જોવું એ રહ્યું કે રસ્તો બનાવવાની માંગ નું કોઇ નિરાકરણ આવશે કે કેમ?